આ રાજ્યમાં દારૂની દુકાન ખૂલતાં જ લોકોએ ખરીદવા લગાવી લાઈન, જુઓ તસવીરો
તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી બાદ કોરોનાનો વિસ્ફોટ થયો હતો. હાલ અહીં 1,49, 927 એક્ટિવ કેસ છે. જ્યારે 21,74,4247 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે 29,547 લોકોના કોરોનાથી મોત થયા છે.
ચેન્નઈઃ દેશમાં કોરોનાનો કહેર ઘટતાં અનેક રાજ્યો પ્રતિબંધ હળવા કર્યા છે અને વેપાર-ધંધા શરૂ કરવાની છૂટ આપી છે. આ દરમિયાન તમિલનાડુના ચેન્નઈમાં સરકાર સંચાલિત ધ તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ (TASMAC)ની દુકાનોને સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે. આ દુકાનોમાં શરાબ ખરીદવા માટે લોકોએ લાઈનો લગાવી હતી.
તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી બાદ કોરોનાનો વિસ્ફોટ થયો હતો. હાલ અહીં 1,49, 927 એક્ટિવ કેસ છે. જ્યારે 21,74,4247 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે 29,547 લોકોના કોરોનાથી મોત થયા છે.
Tamil Nadu: Government-run Tasmac shops allowed to operate between 10 am & 5 pm in 27 districts of the state from today, as COVID restrictions relaxed in the state.
— ANI (@ANI) June 14, 2021
Visuals from Koyambedu in Chennai. pic.twitter.com/7RYULXjqKB
ભારતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા સાતમા દિવસે એક લાખથી ઓછી નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં 70421 નવા કેસ નોંધાયા છે, જે 72 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3900થી વધુ લોકોના મોત થયા છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70,421 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,19,501 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 3921 લોકોના મોત થયા છે.
- કુલ કેસઃ બે કરોડ 95 લાખ 10 હજાર 410
- કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 81 લાખ 62 હજાર 947
- એક્ટિવ કેસઃ 9 લાખ 73 હજાર 158
- કુલ મૃત્યુઆંકઃ 3,74,305
દેશમાં 72 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં સતત 32માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 25 કરોડ 48 લાખથી વધુ કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 34 લાખ 84 હજાર લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 39 કરોડ 96 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 14 લાખ 92 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.25 ટકા છે. જ્યારે રિકવરી રેટ 95 ટકાથી વધારે છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4 ટકાથી ઓછી છે. કોરોનાના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા મામલે ભારત બીજા સ્થાને છે. વિશ્વમાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતમાં સૌથી વધારે મોત થયા છે.