શોધખોળ કરો

જેસલમેરમાં IAFનું તેજસ એરક્રાફ્ટ ક્રેશ, પાયલટે કૂદીને બચાવ્યો જીવ 

રાજસ્થાનના જેસલમેરમાં ભારતીય વાયુસેનાના એરક્રાફ્ટ તેજસ સાથે મોટો અકસ્માત થયો છે. ભારત શક્તિ અભ્યાસ દરમિયાન આ વિમાન ક્રેશ થયું હતું.

IAF Tejas Aircraft Crash: રાજસ્થાનના જેસલમેરમાં ભારતીય વાયુસેનાના એરક્રાફ્ટ તેજસ સાથે મોટો અકસ્માત થયો છે. ભારત શક્તિ અભ્યાસ દરમિયાન આ વિમાન ક્રેશ થયું હતું. એલસીએ તેજસ આજે મંગળવારે (12 માર્ચ) એક ઓપરેશનલ ટ્રેનિંગ ફ્લાઇટમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. જોકે, પાયલોટ સુરક્ષિત રીતે બહાર કૂદી ગયો હતો. હાલ અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.

આ ઘટના એવા સમયે બની જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત શક્તિ યુદ્ધાભ્યાસ જોવા પોખરણ ફાયરિંગ રેન્જ પહોંચ્યા હતા. વાયુસેના તરફથી એક નિવેદન જારી કરીને આ જાણકારી આપવામાં આવી છે. વાયુસેનાએ જણાવ્યું હતું કે, "ભારતીય વાયુસેનાનું તેજસ વિમાન આજે જેસલમેરમાં ઓપરેશનલ ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન ક્રેશ થયું હતું. પાઇલોટ્સ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે."

આ ઘટના જેસલમેરની જવાહર કોલોની પાસે બની હતી. તેજસ આગનો ગોળો બનીને ગીચ વસ્તીવાળા વિસ્તારમાં પડ્યું હતુ. આ સાથે જ એક હોસ્ટેલની દિવાલ સાથે પણ અથડાયું.  સારી વાત એ છે કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક બોલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. અગાઉ આ વિસ્તારમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. અકસ્માતની માહિતી મળતા જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. 

લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ થયું ક્રેશ

ક્રેશ થનાર ભારતીય સેનાનું વિમાન LCA એટલે કે લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ હતું. એરક્રાફ્ટ અકસ્માત સમયે ઓપરેશનલ ટ્રેનિંગ પર હતું. અકસ્માત બાદ સેનાએ આ મામલે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.  

તેલંગાણામાં એરફોર્સનું ટ્રેની પ્લેન ક્રેશ થયું હતું

થોડા સમય પહેલા ડિસેમ્બર 2023માં તેલંગાણામાં એરફોર્સનું ટ્રેની પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી ગઈ હતી. ઘટનાસ્થળેથી એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં જોવા મળ્યું હતું કે દુર્ઘટના બાદ પ્લેન ખરાબ રીતે સળગી ગયું હતું.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget