(Source: ECI/ABP News/ABP Majha)
જમ્મુ-કાશ્મીરઃ પુલવામામાં CRPF ચેકપોસ્ટ પર આતંકી હુમલો, એક જવાન શહીદ, એક ઘાયલ
પુલવામા જિલ્લાના કાકાપોરા વિસ્તારમાં આવેલ રેલવે ચેકપોસ્ટ પર આતંકી હુમલો થયો છે. આ આતંકી હુમલામાં એક પોલીસકર્મી શહીદ અને એક જવાન ઘાયલ થયા છે.
પુલવામા જિલ્લાના કાકાપોરા વિસ્તારમાં આવેલ રેલવે ચેકપોસ્ટ પર આતંકી હુમલો થયો છે. આ આતંકી હુમલામાં એક પોલીસકર્મી શહીદ અને એક ઘાયલ થયાની માહિતી સામે આવી રહી છે. આ આતંકવાદી હુમલો સેન્ટ્રલ રેલવે પોલીસ ફોર્સની ચેકપોસ્ટ પર થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ હુમલો ત્યારે થયો જ્યારે બંને જવાન રેલ્વે સ્ટેશનની બહાર ચા પી રહ્યા હતા, ત્યારે આતંકવાદીઓએ ઘાત લગાવીને તેમના પર હુમલો કર્યો હતો. હુમલામાં એક પોલીસકર્મી હવાલદાર સુરિન્દર સિંહ ઘટનાસ્થળે જ શહિદ થયા હતા અને બીજા જવાન સી દેવ રાજને ઈજાઓ પહોંચતાં કાકાપોરા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને SMHS હોસ્પિટલ શ્રીનગરમાં રિફર કરવામાં આવ્યા છે.
Jammu & Kashmir | Two Railway Police officials of Railway Police injured in a militant attack in the Kakapora area of South Kashmir’s Pulwama district: Police
— ANI (@ANI) April 18, 2022
તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં કાશ્મીરના પુલવામા અને બારામુલ્લા જિલ્લા આતંકવાદીઓની ગતિવિધિના મુખ્ય કેન્દ્ર રહ્યા છે. તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો.
શોપિયાં જિલ્લામાં પણ બે જવાનો શહીદ થયા હતાઃ
આ પહેલા 14 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. શોપિયાંના બડગામના જૈનપુરા વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ માહિતી બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જો કે આ અથડામણ સાથે જોડાયેલી અન્ય એક ઘટનામાં સેનાના બે જવાનો શહીદ થયા હતા, જ્યારે અન્ય બે જવાનોના ઘાયલ થયા હતા.
બારામુલામાં સરપંચની ગોળી મારીને હત્યા કરાઈઃ
આ ઘટના પહેલાં પણ આતંકવાદીઓએ કાશ્મીરના બારામુલામાં ભાજપ તરફી જુકાવ ધરાવતા સરપંચ મંજૂર અહેમદ બાંગરુની કથિત રીતે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. સરપંચ મંજૂર અહેમદ તેમના સફરજનના બગીચામાં કામ કરી રહ્યા હતા ત્યારે આતંકવાદીએ તેમને ગોળી મારી હતી . જોકે, બાદમાં એક પોલીસ અધિકારીએ સત્તાવાર રીતે મંઝૂર અહેમદ કોઈ રાજકિય પક્ષનો સમર્થક હોવાની વાત નકારી કાઢી હતી.