શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શ્રીનગરઃ ત્રાલમાં લાઇવ એન્કાઉન્ટર દરમિયાન માતા-પિતાની હાજરીમાં આતંકીએ કર્યુ સેરન્ડર, એક ઠાર મરાયો
છેલ્લા એક મહિનાથી આ પાંચમા આતંકીએ સરેન્ડર કર્યુ છે, ચાર દિવસ પહેલા જ સોપોરમાં બે આતંકીઓએ તેના પરિવારની મદદથી સરેન્ડર કરાવાયો હતો
શ્રીનગરઃ પુલવામાના ત્રાલમાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાદળોએ આતંકીને ઠાર માર્યો છે, જ્યારે બીજાએ સરેન્ડર કરી દીધુ છે. બન્ને આતંકી હિઝબૂલ મુઝાહિદ્દીન સાથે જોડાયેલા હતા. લાઇવ એન્કાઉન્ટર દરમિયાન આ ચોથુ સરેન્ડર છે. આ પહેલા સોપોરમાં બે, પુલવામા એક અને શોપિયાંમાં એક આતંકીએ હથિયાર મુકી દીધા હતા.
ત્રાલમાં આજે થયેલા સરેન્ડરમાં આતંકીના પરિવારની મદદ લેવામાં આવી હતી, સરેન્ડર કરનારા આતંકીના માતા-પિતાને આ ઘટના દરમિયાન બોલાવવામાં આવ્યા હતા. છેલ્લા એક મહિનાથી આ પાંચમા આતંકીએ સરેન્ડર કર્યુ છે, ચાર દિવસ પહેલા જ સોપોરમાં બે આતંકીઓએ તેના પરિવારની મદદથી સરેન્ડર કરાવાયો હતો.
જાણકારી અનુસાર, સરેન્ડર કરનારા આતંકીની ઓળખ ત્રાલમાં રહેનારા સાકિબ અકબર વાજા તરીકે થઇ છે. સુરક્ષાદળોએ જાણકારી આપી સાકિબ અકબર વાજા આતંકી સંગઠનમાં સામેલ થયા પહેલા સિવિલ એન્જિનીયરિંગમાંથી બીટેક કરી રહ્યો હતો. હાલ પોલીસે તેને કસ્ટડીમાં લઇ લીધો છે.
વળી, ઠાર મરાયેલા આતંકીની હજુ સુધી ઓળખ નથી થઇ શકી. પરંતુ સુરક્ષાદળોને તેની પાસેથી પણ મોટા પ્રમાણમાં દારુગોળો મળી આવ્યો છે. ઠાર મરાયેલા આતંકીના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે હંદવાડામાં મોકલી દેવામાં આવ્યો છે. જો કોઇ પરિવાર આને લઇને દાવો કરતુ હોય તો તેની ઓળખ અને અંતિમ સંસ્કાર માટે હંદવાડા પોલીસ સ્ટેશનમાં જઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion