Jammu and Kashmir: પુલવામામાં CRPF જવાનો પર આતંકી હુમલો, એક જવાન શહીદ
જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં ફરી એકવાર સુરક્ષાદળો(Security Forces) પર આતંકી હુમલો (Terror Attack)થયો છે. આ હુમલામાં CRPFના એક જવાન શહીદ થયા છે.
Terror Attack in Jammu: જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં ફરી એકવાર સુરક્ષાદળો(Security Forces) પર આતંકી હુમલો (Terror Attack)થયો છે. આ હુમલામાં CRPFના એક જવાન શહીદ થયા છે. હુમલા બાદ સમગ્ર વિસ્તારને સુરક્ષા દળોએ ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન (Search Opration) શરૂ કરી દેવામાં આવ્યું છે. પુલવામા(Pulwama)ના ગંગુ વિસ્તારમાં(Gangu Aria) આજે આતંકવાદીઓએ પોલીસ પર હુમલો કર્યો અને CRPFની પાર્ટી પર ગોળીબાર કર્યો.
આ હુમલામાં CRPFના ASI વિનોદ કુમાર ઘાયલ થયા હતા. વિનોદ કુમારને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તેઓ શહીદ થઈ ગયા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે.
જમ્મુ-કાશ્મીર પોલીસ(Jammu Kashmir Police)ના જણાવ્યા અનુસાર, સફરજનના બગીચામાં છુપાયેલા આતંકવાદીઓએ જવાનો પર ગોળીબાર કર્યો હતો. સૈનિકોએ જવાબી કાર્યવાહી શરૂ કરતા જ તેઓ ભાગી ગયા અને આ વિસ્તારમાં ક્યાંક છુપાઈ ગયા. સેનાએ વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
અન્ય એક ઘટનામાં જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડર (IB) નજીક એક ચમકતી વસ્તુ ઉડતી જોવા મળતા પોલીસ અને સુરક્ષા દળોએ ભારત-પાકિસ્તાન સરહદે સરહદી વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી.
સૂત્રોએ જણાવ્યું કે મંગુચક પટ્ટામાં આંતરરાષ્ટ્રીય સરહદ સાથેના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. લોકોએ શનિવારે રાત્રે એક ડ્રોન જેવું ઉડતા જોયુ હતું, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
આ પણ વાંચો...