ગુજરાતમાં હાહાકાર ફેલાવી રહેલા જીવલેણ મ્યુકરમાઈકોસીસ રોગના છે આ 4 સ્ટેજ, પહેલા સ્ટેજમાં જ ચેતી જજો નહિંતર...
કોરોના બાદ પોસ્ટ કોવિડમાં મ્યુકરમાઇક્રોસિસની બીમારીએ માથું ઉચક્યું છે. ખાસ કરીને ડાયાબિટીશના કોવિડ પેશન્ટમાં આ બીમારી વધુ જોવા મળી રહી છે. હાલ અમદાવાદમાં જ સિવિલમાં મ્યુકરમાઇકોસીસના 125 જેટલા દર્દી સારવાર હેઠળ છે. તો ફંગસથી થતી આ બીમારીના સાંકેતિક લક્ષણો અને તેના સ્ટેજ ક્યાં છે જાણીએ...

કોવિડ-19ની બીમારીથી સાજા થયેલા એવા લોકોમાં મ્યુકરમાઇકોસિસિની બમારી જોવા મળી રહી છે. જે લોકો પહેલાથી ડાયાબિટીશની સમસ્યાથી પીડિત છે અને તેમને કોવિડને માત આપવા માટે સ્ટીરોઇડના વધુ ડોઝ આપવા પડયાં હોય. આવા લોકોમાં મ્યુકરમાઇકોસિસિની બીમારી જોવા મળી રહી છે.
મ્યુકરમાઇકોસિસિની બીમારીની જો પહેલા સ્ટેજમાં ખબર પડી જાય અને ઇલાજ શરૂ થઇ જાય તો તેની સાજા થવાની શક્યતા વધી જાય છે પરંતુ વિલંબ થાય તો કેટલાક કેસમાં પરિસ્થિતિ ગંભીર બની જાય છે, દર્દીની સર્જરી કરવી અનિવાર્ય બની જાય છે અને કેટલાક કેસમાં જડબા કાઢી નાખવાની સ્થિતિ પણ ઉભી થાય છે. કેટલાક કેસમાં તો દર્દીએ આંખની રોશની ગુમાવવાનો પણ વારો આવે છે. આ કારણે દર્દીએ મ્યુકરમાયકોસિસના દર્દીએ ખૂબ જ પ્રાથમિક અવસ્થામાં જ સચેત થઇ જવાની જરૂર છે. જેથી તેની ઘાતક અસરથી બચી શકાય અને મ્યુકરમાયકોસિસના ગંભીર પરિણામનું ભોગ ન બનવું પડે.તો મ્યુકરમાયકોસિસ ફંગસના ચાર સ્ટેજ ક્યાં છે અને પ્રથમ સ્ટેજના શું લક્ષણો છે. જાણીએ.
મ્યુકરમાયકોસિસના કયાં 4 સ્ટેજ છે જાણો
- પહેલા સ્ટેજમાં ફંગસ નાકમાં થાય છે.
- બીજા સ્ટેજમાં તાળવામાં ફંગસ થાય છે
- ત્રીજા સ્ટેજમાં આંખ પ્રભાવિત થાય છે
- ચોથા સ્ટેજમાં બ્રેઇન સુધી ફંગસ પહોંચી જાય છે
મ્યુકરમાયકોસિસનાં લક્ષણો ક્યાં છે?
- મોંમા રસી આવવી
- મોંમાં છાલા પડી જવા
- આંખના નીચેના ભાગમાં સોજો આવી જવો
- ત્વચાનું સંવેદન ખતમ થઇ જવું
- આંખના નીચેના ભાગમાં દુખાવો થવો
- દાંત હલવા લાગવા