ચોરોને પણ નડી મોંઘવારી! ખેતરમાંથી ચોરી ગયા ટામેટા, ખેડૂતને થયું આટલા લાખનું નુકસાન
દેશમાં ટામેટાના ભાવે રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશભરમાં ટામેટાના ભાવ 100-150 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે
દેશમાં ટામેટાના ભાવે રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશભરમાં ટામેટાના ભાવ 100-150 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે. સામાન્ય નાગરિકો માટે ટામેટાં ખાવા મુશ્કેલ બની રહ્યા છે. એવામાં ટામેટાના વધતા ભાવ વચ્ચે કર્ણાટકના હાસન જિલ્લામાં એક ખેડૂતના ખેતરમાંથી ચોર લાખો રૂપિયાના ટામેટાં લઈને ફરાર થઈ ગયા હતા.
ટામેટાંની ચોરી 4 જૂલાઈની રોજ થઇ હતી. હાસન જિલ્લાના ગોની સોમનહલ્લી ગામની મહિલા ખેડૂત ધરાનીએ આરોપ લગાવ્યો હતો કે તેના ખેતરમાંથી 2.5 લાખ રૂપિયાના ટામેટાંની ચોરી થઈ છે.
બે એકરમાં પાક થયો હતો
તેમણે જણાવ્યું હતું કે તેણે બે એકર જમીનમાં ટામેટાંનો પાક ઉગાડ્યો હતો. તે ટામેટાંનો પાક લણણી કરીને બેંગ્લોરના બજારમાં વેચવાની તૈયારી કરી રહી હતી પરંતુ ચોરોએ ટામેટાંની ચોરી કરી લીધી છે. નોંધનીય છે કે હાલમાં બેંગલુરુમાં ટામેટાની કિંમત 120 રૂપિયા પ્રતિ કિલોની ઉપર છે.
મહિલા ખેડૂત ધરાનીએ આ મામલે હલેબીડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું હતું કે અમને કઠોળની ખેતીમાં મોટું નુકસાન થયું હતું, તેથી અમે લોન લઈને ટામેટાં ઉગાડ્યા હતા. ટામેટા સારા ઉગ્યા હતા. ખુશીની વાત એ હતી કે હાલમાં ટામેટાનો ભાવ પણ સારો મળી રહ્યો છે. પરંતુ ચોરો ટામેટાંની 50-60 બોરીઓ ચોરી ગયા હતા એટલું જ નહી અમારો બાકીનો પાક પણ નાશ કરી દીધો હતો.
પોલીસનું કહેવું છે કે ટામેટા ચોરી જેવો મામલો તેમના સ્ટેશન પર પહેલીવાર નોંધાયો છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ધરાનીના પુત્રએ પણ વળતર માટે રાજ્ય સરકારને અપીલ કરી અને તપાસની માંગણી કરી હતી.
હવે આ રાજ્યની સરકાર ટામેટા વેચશે
દેશભરમાં ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે. તમિલનાડુ સરકારે આ વધતી કિંમતોને લઈને ફાર્મ ફ્રેશ આઉટલેટ્સ મારફતે લોકોને રાહત આપવા માટે ઓછા ભાવે ટામેટાં વેચવાનો નિર્ણય લીધો છે. ટામેટાંની વધતી કિંમતોથી લોકોને રાહત આપવા માટે તમિલનાડુ સરકારે મંગળવારે (4 જુલાઈ) તેને રાશનની દુકાનો પર 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટા વેચવાનું શરૂ કર્યું હતું. સહકાર મંત્રી કે.આર.પેરિયાકરુપ્પને કહ્યું હતું કે જો જરૂર પડશે તો આ અભિયાનને રાજ્યના અન્ય ભાગોમાં પણ વિસ્તારવામાં આવશે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial