શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસ: કેરલમાં ત્રીજો પોઝિટિવ કેસ નોંધાયો
કોરોના વાયરસનો ત્રીજો કેસ ભારતમાં સામે આવ્યે છે. આ ત્રણેય કેસ કેરલમાં નોંધાયો છે.
નવી દિલ્હી: સમગ્ર વિશ્વમા હાલ કોરોના વાયરસનો કહેર છે. ચીનથી પરત ફરી રેહલા મુસાફરોની એરપોર્ટ પર તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે કોરોના વાયરસનો ત્રીજો કેસ ભારતમાં સામે આવ્યો છે. આ ત્રણેય કેસ કેરલમાં નોંધાયા છે. બંગાળ સરકારે રવિવારે કોરોના વાઈરસથી પ્રભાવિત 8 શંકાસ્પદ દર્દીઓની ઓળખ કરી છે.
કેરલના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે હોસ્પિટલમાં દર્દીની સારવાર ચાલી રહી છે. હાલ સ્થિતિ સ્થિર છે. પીડિત શખ્સ હાલમાં જ ચીનના વૂહાનથી પરત ફર્યો હતો.
કોરોના વાયરસ દુનિયાના ઘણા દેશોમાં ફેલાયો રહ્યો છે. 22થી વધુ દેશોમાં આ વાયરસના સંક્રમણથી લોકો ગ્રસીત થયા છે. સંક્રમણને રોકવા માટે દુનિયાભરના ઘણા દેશોએ ચીનથી પરત આવતા લોકો માટે પોતાની સીમાઓ બંધ કરી દીધી છે.
ચીનમાં વુહાન સહિત અન્ય શહેરોમાં ફસાયેલા 647 ભારતીયોને એરલિફ્ટ કરી લેવામાં આવ્યા છે. જ્યારે ચીનમાં કોરોના વાઈરસથી અત્યાર સુધી 361 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement