શોધખોળ કરો
Advertisement
ફ્રાન્સથી વધુ ત્રણ રાફેલ ફાઈટર જેટ પહોંચ્યા ભારત, નોન સ્ટોપ 7000 કિલોમીટરનું અંતર કાપ્યું
રસ્તામાં હવામાંજ યૂએઈના એરફોર્સ દ્વારા રાફેલમાં ફ્યૂલ ભરવામાં આવ્યું હતું.
નવી દિલ્હી: ફ્રાન્સથી વધુ ત્રણ રાફેલ ફાઈટર જેટનો જથ્થો બુધવારે ભારત આવી પહોંચ્યો હતો. આ ત્રણ રાફેલ ભારતીય વાયુસેનાના બેડામાં સામેલ થશે. રસ્તામાં રોકાયા નોનસ્ટોપ ત્રણેય રાફેલે 7 હજાર કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું હતું અને રાત્રે લગભગ 9 વાગ્યે જામનગર આવી પહોંચ્યા હતા. રસ્તામાં હવામાંજ યૂએઈના એરફોર્સ દ્વારા રાફેલમાં ફ્યૂલ ભરવામાં આવ્યું હતું. તેની સાથે જ ભારતીય વાયુસેનાને રાફેલ વિમાનનો ત્રીજો જથ્થો મળી ગયો છે. ભારતમાં હવે રાફેલ વિમાનની સંખ્યા 11 થઈ ગઈ છે.
આ પહેલા ફ્રાન્સથી 4 નવેમ્બરે ત્રણ રાફેલ વિમાનનો બીજો જથ્થો ભારત આવી પહોંચ્યો હતો. પ્રથમ જથ્થામાં પાંચ રાફેલ વિમાન ગત વર્ષે જુલાઈમાં ભારત આવી પહોંચ્યા હતા અને 10 સપ્ટેમ્બરે અંબાલામાં સત્તાવાર રીતે રાફેલ જેટને ભારતીય વાયુસેનામાં સામેલ કર્યા હતા.
ભારતે ફ્રાન્સ સાથે કુલ 36 રાફેલ વિમાનની ડીલ કરી છે. હવે ત્રણ રાફેલ માર્ચ મહિનામાં અને સાત રાફેલ વિમાન એપ્રિલમાં ભારતને મળશે. તેની સાથે આવતા વર્ષે એપ્રિલ સુધીમાં દેશમાં રાફેલની સંખ્યા કુલ 21 થઈ જશે. તેમાંથી 18 ફાઈટર જેટ ગોલ્ડન એરો સ્ક્વોડ્રનમાં સામેલ કરાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement