શોધખોળ કરો
ગુજરાતથી જવા માંગતા શ્રમિકો માટે ખરાબ સમાચાર, ક્યાં ત્રણ રાજ્યોએ બોર્ડર સીલ કરીને પ્રવેશ કર્યો બંધ ?
રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ એ ત્રણે રાજ્યોની સરકારોએ ગુજરાતથી આવતાં વ્હીકલોને પ્રવેશ આપવા ઇનકાર કરી દીધો છે.

સુરતઃ લોકડાઉનના કારણે ગુજરાતમાં હજારો પરપ્રાંતિય કામદારો અટવાઈ ગયા છે. આ કામદારોએ કઈ રીતે વતન જવું એ મોટી સમસ્યા છે ત્યારે આ કામદારો માટે વધુ એક સમસ્યા ઉભી થઈ છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સરકારે બોર્ડર સીલ કરી દેતાં આ કામદારો માટે અન્ય રાજ્યોમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. તેના કારણે વાહનો મારફત નિકળેલાં શ્રમિકો અટવાઈ ગયા છે. હાલમાં કામદારોને લઈ જવા માટે રેલ્વે દ્વારા ખાસ શ્રમિક એક્સપ્રેસ ટ્રેનો દોડાવાય છે. જો કે સામાન્ય રીતે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા સહિતનાં રાજ્યોમાં રોડના રસ્તે વાહનો મારફતે જતા હોય છે. જો કે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ એ ત્રણે રાજ્યોની સરકારોએ ગુજરાતથી આવતાં વ્હીકલોને પ્રવેશ આપવા ઇનકાર કરી દીધો છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સરકારે ગુજરાત સાથેની પોતાની બોર્ડર સીલ કરીને વાહનોના પ્રવેશની પરવાનગી પર બ્રેક લગાવી દેતાં ગુજરાતથી જવા માંગતા હજારો કામદારો રઝળી પડ્યા છે.
વધુ વાંચો





















