શોધખોળ કરો
Advertisement
પુલવામામાં ભારતીય સેનાએ જૈશ કમાન્ડર સહિત ત્રણ આતંકીઓને કર્યા ઠાર, જાણો વિગત
શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની ખાનગી માહિતી મળતાં સેનાએ રવિવારે મોડી સાંજથી સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું. આ સર્ચ ઓપરેશન શરૂ થતાં આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
જોકે જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ ત્રણ આતંકીઓને ઠાર મારી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ઠાર કરવામાં આવેલા આતંકીઓમાં જૈશ-એ-મોહમ્મદના ડિસ્ટ્રિક્ટ કમાન્ડર મુદ્દસિર ખાન પણ સામેલ છે. જ્યારે અન્ય બે આતંકીઓની ઓળખ હજી કરવામાં આવી નથી.
નોંધનીય છે કે, પુલવામા હુમલામાં મુદ્દિસરનો ખૂબ મોટો હાથ હતો તેવું મીડિયામાં ચાલી રહ્યું હતું. વ્યવસાયે ઈલેક્ટ્રીશિયન મુદ્દસિરે 2017માં જૈશ-એ-મોહમ્મદ જોઈન કર્યું હતું. તે આદિલ અહમદ ડારના સંપર્કમાં હતો અને પુલવામા હુમલાનું કાવતરું ઘડવામાં સામેલ હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement