શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અયોધ્યા પર ચુકાદા બાદ રાજનાથ સિંહે કહ્યુ- યુનિફોર્મ સિવિલ કોડનો સમય આવી ગયો છે
અયોધ્યાના ચુકાદાને લઇને તેમણે કહ્યું કે, આ લેન્ડમાર્ક નિર્ણય છે અને કોર્ટના ચુકાદાનું સન્માન કરવું જોઇએ.
નવી દિલ્હીઃઅયોધ્યામાં સુપ્રીમ કોર્ટ મારફતે રામ મંદિર બનાવવાનો નિર્ણય આવ્યા બાદ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે યુનિફોર્મ સિવિલ કોડને લઇને મોટું નિવેદન આપ્યું છે. રામ જન્મભૂમિ વિવાદ પર નિર્ણય આવ્યા બાદ સંરક્ષણમંત્રીએ યુનિફોર્મ સિવિલ કોડને લઇને સવાલ પૂછવામાં આવ્યો હતો તેમણે કહ્યું કે, યુનિફોર્મ સિવિલ કોડને લઇને હવે સમય આવી ગયો છે. અયોધ્યાના ચુકાદાને લઇને તેમણે કહ્યું કે, આ લેન્ડમાર્ક નિર્ણય છે અને કોર્ટના ચુકાદાનું સન્માન કરવું જોઇએ.
સંરક્ષણમંત્રી ઉત્તરાખંડ રાજ્યના 20મા સ્થાપના દિવસ સમારોહમાં ભાગ લેવા દહેરાદૂન પહોંચ્યા હતા. સિંહે કહ્યું કે, અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય છે. આ ચુકાદાથી ભારતનો સામાજિક સંબંધ મજબૂત થશે. હું તમામ લોકોને આ ચુકાદાને સમાનતા અને ઉદારતાથી સ્વીકાર કરવાની અપીલ કરું છું.
નોંધનીય છે કે દિલ્હી હાઇકોર્ટે સોમવારે યુનિફોર્મ સિવિલ કોડ સંબંધિત અનેક અરજીઓ પર સુનાવણી કરશે. દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ડીએન પટેલ અને જસ્ટિસ સી હરિશંકરની બેન્ચ પણ 15 નવેમ્બરના રોજ આ મામલાની સુનાવણી કરશે. આ વર્ષે મે મહિનામાં દિલ્હી હાઇકોર્ટે લો કમીશનને આ જવાબદારી સોંપી હતી અને તેને લઇને દાખલ પીઆઇએલ પર એક સોંગંદનામું દાખલ કરે.
દેશના તમામ નાગરિકો માટે એક જેવો કાયદો હોવો જોઇએ પછી તે કોઇ ધર્મ કે જાતિનો કેમ ના હોય. બંધારણની કલમ 44માં સમાન નાગરિક સંહિતાની ચર્ચા છે. બંધારણમાં કહેવામાં આવ્યું છે કે ભારતના તમામ રાજ્યોમાં નાગરિકો માટે એક સમાન નાગરિક સંહિતા આપવાનો પ્રયાસ થશે. હાલમાં હિંદુઓ, મુસ્લિમો અને ખ્રિસ્તીઓ માટે અલગ અલગ નિયમ છે. હિંદુ, શિખ, જૈન અને બૌદ્ધ પર હિંદુ કોડ બિલ કાયદો લાગુ થાય છે. મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયનો પોત-પોતાનો પર્સનલ લો છે. લગ્ન, ડિવોર્સ અને સંપત્તિ અને બાળકોને દત્ત લેવા મામલે તમામ ધર્મોના લોકો પોત-પોતાનો પર્સનલ લોનું પાલન કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
અમદાવાદ
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion