દેશના કયા બે મોટા રાજ્યોએ લોકડાઉન લંબાવ્યું, લગાવ્યાં વધુ કડક પ્રતિબંધ જાણો શું રહેશે બંધ
દેશમાં કોરોનાની રફતાર થંભવાનું નામ નથી લેતી આ સ્થિતિમાં ઉત્તર પ્રદેશ અને દિલ્લીએ લોકડાઉન વધારી દીધું છે. દિલ્લી અને ઉતરપ્રદેશમાં અરવિંદ કેજરીવાલે 17 મે સુધી લોકડાઉન લંબાવ્યું છે. શું રહેશે પ્રતિબંધ જાણીએ....
Corona Virus:કોરોનાની ચેઇન તોડવા માટે ઉત્તરપ્રદેશમાં લોકડાઉન વધાર્યું છે. ઉત્તર પ્રદેશમાં 10 મેએ લોકડાઉન પૂર્ણ થવાનું હતું. જે વધારીને હવે 17 મે સુધી કરી દીધું છે. યૂપીના મુખ્ય સચિવ નવનીત સહગલે આ મામલે જાહેરાત કરી હતી. તો બીજી તરફ દિલ્લીમાં મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે 17 મે સુધી કડક પ્રતિબંઘ સાથે લોકડાઉન જાહેર કર્યું છે.
યૂપીમાં હવે 17 મે સુધી લોકડાઉન
ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. શનિવારે 26,847 નવા કોરોનાના કેસ નોંધાયા. તો છેલ્લા 24 કલાકમાં 298 લોકોના મૃત્યુ થયા. નવા કેસ આવતા ઉત્તરપ્રદેશમાં સક્રમિતોની સંખ્યા 14,80,315 થઇ ગઇ છે. આ સ્થિતિને જોતા .યૂપીની યોગી સરકારે 17 મે સુધી લોકડાઉન વધારી દીધું છે.
દિલ્લીમાં એક સપ્તાહ વધાર્યું લોકડાઉન
દિલ્લીમાં કોરોનાની ચેઇનને બ્રેક કરવા માટે અરવિંદ કેજરીવાલે એક સપ્તાહનું લોકડાઉન વધારી દીધું છે. 17 મે સુધી લોકડાઉન જાહેર કર્યું છે. દિલ્લીમાં સોમવારથી મેટ્રો સેવા પણ બંધ થઇ જશે. કેજરીવાલે જણાવ્યું કે. લોકડાઉનની સારી અસર જોવા મળી રહી છે. 26 એપ્રિલ બાદ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દિલ્લીમાં સંક્રમણનો દર 35 ટકાથી ઘટીને 23 ટકા પર પહોંચ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,03,738 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4092 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,86,444 લોકો ઠીક પણ થયા છે.
એક્ટિવ કેસ 37 લાખને પાર
દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
16 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 16 કરોડ 94 લાખ 39 હજાર 663 ડોઝ આપવામાં આવ્યા છે.