કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે મોદી એક્શનમાં, આજે મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યનો મુખ્યમંત્રી સાથે કરશે બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે એક્શનમાં આવી ગયા છે. પ્રધાનમંત્રી મોદી આજે છ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-19ની સ્થિતિ પર ચર્ચા કરશે અને જે તે રાજ્યના મુખ્યમંત્રી સાથે વાત કરશે.
નવી દિલ્લીઃ કોરોનાની બીજી લહેર હજુ પૂર્ણ નથી થઈ ત્યાં કોરોનાની ત્રીજી લહેરને લઈને લોકોમાં ડર ફેલાયેલો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે એક્શનમાં આવી ગયા છે. પ્રધાનમંત્રી મોદી આજે છ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-19ની સ્થિતિ પર ચર્ચા કરશે અને જે તે રાજ્યના મુખ્યમંત્રી સાથે વાત કરશે. આ રાજ્યોમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓરિસ્સા, મહારાષ્ટ્ર અને કેરલનો સમાવેશ થાય ચે. આજે સવારે 11 વાગ્યે મીટિંગ શરૂ થશે.
પર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રી સાથે કરી ચૂક્યા છે બેઠક
આ એ રાજ્યો છે, જ્યાં કોરોનાના કેસોની ગતિ અન્ય રાજ્યોની સરખામણીમાં હજુ પણ ઘટી નથી રહી છે. આ પહેલા પીએમ મોદીએ પૂર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી.
દેશમાં અંદાજે 15 દિવસથી કોરોનાની સ્થિતિ જેમ છે તેમની છે. દરોજ અંદાજે 40 હજાર નવા કેસ સામે આવી રહ્યા છે અને રોજ 500-1000 દર્દીના મોત થઈ રહ્યા છે. શુક્રવારે સવારે સ્વાસ્થઅય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 38949 નવા કેસ સામે આવ્યા છે અને 542 લોકના મોત થયા છે. આ પહેલા ગુરુવારે 41806 નવા કેસ આવ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 40026 લોકો કોરોનાથી ઠીક પણ થયા છે એટલે કે ગઈકાલે 1619 એક્ટિવ કેસ ઘટ્યા છે.
કોરોનાના કુલ કેસ
હાલમાં કોરોના એક્ટિવ કેસ ચાર લાખથી વધારે છે. દેશમાં 4 લાખ 30 હજાર લોકો હાલમાં કોરોનાથી સંક્રમિત છે જેમની સારવાર ચાલી રહી છે. કોરોનાથી અત્યાર સુધી કુલ 4 લાક 12 હજાર 531 મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધી કુલ 3 કરોડ 1 લાખ 83 હજાર લોકો ઠીક થયા છે. મહામારીની શરૂઆતથી અત્યર સુધી કુલ 3 કરોડ 10 લાખ 26 હજાર હજાર લોકો સંક્રમિત થયા છે.
39 કરોડથી વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 15 જુલાઈ સુધી દેશભરમાં 39 કરોડ 53 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસે 38 લાખ 78 હજાર ડોઝ આપવામાં આવ્યા. જ્યારે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) અનુસાર, અત્યાર સુધી 44 કરોડ 80 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 19.55 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 3 ટકાથી ઓછો છે.
ગુજરાતમાં કોરોના કેસ
ગુજરાતમાં કોરોના સંક્રમણમાં (Gujarat Corona Cases) સતત ઘટાડો થઇ રહ્યો છે. ગઈકાલે 38 નવા કેસ નોંધાયા છે જ્યારે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. રાજ્યના તમામ જિલ્લામાં સતત ચોથા દિવસે ૧૦થી ઓછા દૈનિક કેસ નોંધાયા છે જ્યારે 20થી વધુ જિલ્લામાં એકપણ નવો કેસ (Corona Cases) નોંધાયો નથી.