બીરભૂમ હિંસા પર વિવાદ વચ્ચે પશ્વિમ બંગાળમાં વધુ એક TMC નેતાની હત્યા
બીરભૂમમાં 10 લોકોને જીવતા સળગાવવાનો વિવાદ હજુ શાંત થયો નથી ત્યારે હવે નાદિયા જિલ્લામાં TMCના એક નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

West Bengal Violence: પશ્ચિમ બંગાળમાં હિંસાની ઘટનાઓ અટકવાનું નામ લઇ રહી નથી. બીરભૂમમાં 10 લોકોને જીવતા સળગાવવાનો વિવાદ હજુ શાંત થયો નથી ત્યારે હવે નાદિયા જિલ્લામાં TMCના એક નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
આ ઘટના બુધવારે મોડી રાત્રે બની હતી. પીડિતાનું નામ સહદેવ મંડલ જણાવવામાં આવી રહ્યું છે. તે ટીએમસીનો સ્થાનિક કાર્યકર હતો. સહદેવની પત્ની અનિમા મંડળ બગુલા ગ્રામ પંચાયતના સભ્ય છે.
બુધવારે રાત્રે સ્થાનિક લોકોએ તેને લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડેલો જોયો હતો. નજીકના લોકો તેને હેરોના આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા. જ્યાંથી તેમને શક્તિ નગરના કૃષ્ણનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન સહદેવનું મોત થયું હતુ.
ટીએમસી નેતાની હત્યા બાદ હિંસા શરૂ થઈ
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના બીરભૂમમાં ટીએમસીના એક પંચાયત નેતાની હત્યા કરવામાં આવી હતી. આ પછી 21 માર્ચે સમગ્ર જિલ્લામાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. લોકોના ઘરોને આગ લગાડવામાં આવી હતી, જેમાં તેઓ જીવતા સળગી ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. આ સિવાય મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે.





















