શોધખોળ કરો
Advertisement
ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કહ્યું, આ આશુતોષનું નૈતિક પતન છે
નવી દિલ્લીઃ આમ આદમી પાર્ટીના પૂર્વ મંત્રી સંદીપ કુમારના સેક્સ સીડી કાંડમાં આપના નેતા આશુતોષના મહાત્મા ગાંધ સાથે તુલના કરવા વાળા નિવેદનનો ભારે વિરોધ થઇ રહ્યો છે. ગાઁધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ તેને આશુતોષનું પતન જણાવ્યું હતું.
તુષાર ગાંધીએ કહ્યું કે, મને અફસોસ છે કે, આશુતોષ આવું કહ્યું છે. તેમના જેવા પ્રતિષ્ઠિત આદમીનું આવુ કહેવું શોભતું નથી. પોતાના મંત્રીનો બચાવ કરવા માટે બાપુના નામનો ઉપયોગ કરવો ઠીક નથી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આશુતોષને પોતાના મંત્રીનો બચાવ કરવાનો હક છે. પરંતુ આ આશુતોષનું નૈતિક પતન છે. તેણે સિદ્ધ કરી દીધું છે કે, તે કઇ કક્ષાના વ્યક્તિ છે. આશુતોષે પોતાના બ્લોગમાં સંદીપની તુલના નહેરુ, ગાંધી, અટલ બિહારી વાજપેયી અને જૉર્જ ફ્રનાડીજના સંબંધો સાથે કરી હતી. જ્યારે કેજરીવાલે પોતાના નિવેદનમાં સંદીપ કુમારને ગંદી માછલી કહીને તેની આ કામથી શર્મનાક ગણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement