શોધખોળ કરો
Advertisement
પશ્ચિમ બંગાળ: CAA અને NRC વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન ફાયરિંગ, બે લોકોના મોત
ટીએમસી કાર્યકર્તાઓ રસ્તો જામ કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા. તેનો સ્થાનીક લોકોએ વિરોધ કર્યો હતો અને બંને જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું.
મુર્શીદાબાદ: પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદ જિલ્લામાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને NRC વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો પર ફાયરિંગમાં 2 લોકોના મોત થયા છે જ્યારે પાંચ લોકો ઘાયલ થઈ ગયા છે. આરોપ છે કે ફાયરિંગ તૃણમુલ કૉંગ્રેસના કાર્યકર્તાઓએ કરી હતી.
ટીએમસી કાર્યકર્તાઓ રસ્તો જામ કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા. તેનો સ્થાનીક લોકોએ વિરોધ કર્યો હતો અને બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ અથડામણ હિંસક બન્યું હતું, જેમાં બે લોકોના મોત થયા છે. આ સિવાય પાંચ ગંભીર રીતે ઘાયલ છે.
ટીએમસીનો આરોપ છે કે પ્રદર્શનકારીઓએ ગોળી ચલાવી હતી જેમાં સ્થાનીય ટીએમસી બ્લોક અધ્યક્ષના ભાઈ ઘાયલ થઈ ગયા છે. ઘટના સવારે 9 વાગ્યે બની હતી. આ પ્રદર્શન ભારત બંધનો એક ભાગ હતો.West Bengal: Two dead in clashes between pro and anti CAA/NRC protesters in Murshidabad yesterday. The two deceased have been identified as Anirudh Biswas and Maqbool Sheikh.More details awaited. pic.twitter.com/OAUANA59VF
— ANI (@ANI) January 29, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion