Mumbai News: મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા પર ફાયરિંગ કરવામાં આવતા અફરાતફરી, જાણો વિગતે
Mumbai News: મુંબઈના દહિસર વિસ્તારમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોષાલકર પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ ગોળીઓ ચલાવવામાં આવી હતી. અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો છે.
Mumbai News: મુંબઈના દહિસર વિસ્તારમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોષાલકર પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ ગોળીઓ ચલાવવામાં આવી હતી. અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો છે. વિનોદ ઘોસાલકર ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા છે અને આ ગોળીબાર તેમના પુત્ર અભિષેક ઘોસાલકર પર થયો હતો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Shiv Sena (UBT) leader Abhishek Ghosalkar shot in a firing in Dahisar area of Mumbai. He has been admitted to a hospital. Police present at the spot: Mumbai Police
— ANI (@ANI) February 8, 2024
અભિષેક ઘોષાલકર ભૂતપૂર્વ કોર્પોરેટર છે. નજીકના સંબંધીઓ પાસેથી માહિતી મળી છે કે, પરસ્પર વિવાદના કારણે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. અભિષેક ઘોષલકરને વિસ્તારની કરુણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. MHB પોલીસ ઘટના સ્થળે હાજર છે. કરુણા હોસ્પિટલ ખાતે લોકોની ભીડ જોવા મળી હતી.
Shiv Sena (UBT) leader Abhishek Ghosalkar shot in a firing in Dahisar area of Mumbai. He has been admitted to a hospital. Police present at the spot: Mumbai Police pic.twitter.com/jnMImivKZx
— Thomas Nahar (@Thomasnahar_gfx) February 8, 2024
મોરિસ ભાઈએ ગોળીબાર કર્યો
ભૂતપૂર્વ કાઉન્સિલર અભિષેક ઘોસાલકર પર ફાયરિંગ કરનાર વ્યક્તિની ઓળખ મોરિસ ભાઈ તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓએ ઘોસાલકર પર 3 ગોળીઓ ચલાવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ઘોષાલકર પર આ ગોળીબાર ત્યારે થયો જ્યારે તે બોરીવલી વેસ્ટ સ્થિત પોતાના વોર્ડમાં કેટલાક લોકોને મળી રહ્યા હતા. શિવસેના UBT એ ફાયરિંગની આ ઘટનાને લઈને સરકાર પર પ્રહારો કર્યા છે.
After BJP MLA Ganpat patil firing incident, another firing incident reported in Mumbai. The firing at former Shiv Sena (UBT) Corporator Abhishek Ghosalkar who is son of former Shiv Sena MLA Vinod Ghosalkar. Muris Bhai reportedly opened this fire at Sena leader in Mumbai suburb.
— Sudhir Suryawanshi (@ss_suryawanshi) February 8, 2024
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ મુંબઈ નજીક થાણે પોલીસ સ્ટેશનમાં ફાયરિંગના સમાચાર સામે આવ્યા હતા. આ ફાયરિંગમાં ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે શિવસેના-શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ સહિત બે લોકો પર ગોળીબાર કર્યો હતો.