શોધખોળ કરો
Advertisement
ઉન્નાવ રેપ કેસ: પીડિતાની સુરક્ષામાં બેદરકારીના આરોપમાં ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ
ગુરુવારે સુપ્રીમ કોર્ટે ઉન્નાવ બળાત્કાર કેસ સાથે જોડાયેલા તમામ કેસોને દિલ્હીની કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે.
લખનઉ: દેશભરમાં વિરોધ અને નારાજગી બાદ ઉત્તરપ્રદેશ પોલીસ જાગી છે અને ઉન્નાવ બળાત્કાર પીડિતાની સુરક્ષામાં રાખવામાં આવેલા ત્રણ પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધાં છે. તેની વચ્ચે રવિવારે રોડ અકસ્માતમાં જીવ ગુમાવનાર પીડિતાના માસીના બારાબંકી સ્થિત તેમના ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ઉન્નાવ પોલીસ અધિક્ષક એમ પી વર્માએ જણાવ્યું કે સસ્પેન્ડેડ પોલીસકર્મીઓના નામ સુદેશ કુમાર, સુનીતા દેવા અને રૂબી પટેલ છે. પીડિતાના અન્ય એક વકીલ અજેન્દ્ર અવસ્થીને પણ જિલ્લા વહીવટી તંત્રએ પૂરતી સુરક્ષા ઉપબલ્ધ કરાવી છે. અવસ્થીએ રવિવારે દૂર્ઘટનાને લઈને સુરક્ષાની માંગ કરી હતી. દુર્ઘટનામાં પીડિતાનો એક વકીલ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો.
ગુરુવારે સુપ્રીમ કોર્ટે ઉન્નાવ બળાત્કાર કેસ સાથે જોડાયેલા તમામ પાંચ કેસ ઉત્તર પ્રદેશની કોર્ટથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે.
સુપ્રમી કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને એ આદેશ પણ આપ્યો છે કે પીડિતાને વચગાળાના વળતર તરીકે 25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે. આ મામલે સીજેઆઇએ મોટો આદેશ આપ્યો છે, સીજેઆઇને નિર્ણય સંભળાવતા કહ્યું કે, કેસોને દિલ્હી ટ્રાન્સફર કરી દેવામાં આવે. કોર્ટે કહ્યું કે, એક જજની કોર્ટમાં બધા મામલાની સુનાવણી થશે. કોર્ટે આદેશ આપતા કહ્યું કે, 45 દિવસમાં ટ્રાયલ પુરો કરો.
સપાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે રાજીનામાની માંગ કરી છે. બળાત્કાર પીડિતાની સુરક્ષામાં રાખવામાં આવેલા ત્રણ પોલીસકર્મીઓને ડ્યૂટીમાં લાપરવાહીના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખીય છે કે ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર બળાત્કારનો આરોપ લગાવનાર પીડિતા અને તેમની કાકી અને માસી પોતાના વકીલ સાથે રાયબરેલી જેલમાં બંધ પોતાના સંબંધીને રવિવારે મળવા જઈ રહ્યાં હતા. ત્યારે તેમની કારને એક ટ્રકે ટક્કર મારી હતી. જેમાં બન્ને મહિલાઓનું મોત નીપજ્યું હતું. પીડિતાના પરિવાર સાથે થયેલા અકસ્માત બાદ રાજકીય હંગામો થતાં યૂપી પોલીસે કાર્યવાહી કરતા, રેપના આરોપમાં અગાઉની જેલમાં બંધ ધારાસભ્ય કુલદીપ સેંગર સહિત 15-20 અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી છે. સરકારે સોમવારે મોડી રાતે આ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી.
ઉન્નાવ મામલોઃ સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, બધા કેસ દિલ્હી ટ્રાન્સફર, 45 દિવસમાં પુરો થાય ટ્રાયલ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement