શોધખોળ કરો
Advertisement
યોગી સરકારનો મોટો નિર્ણય, બીજા રાજ્યોમાં ફસાયેલા મજૂરોને પરત લાવવાની તૈયારી શરૂ
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો છે કે બીજા રાજ્યોમાં જે ઉત્તરપ્રદેશના મજૂર છે તેમને તબક્કાવાર પરત લાવવામાં આવશે.
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો છે કે બીજા રાજ્યોમાં જે ઉત્તરપ્રદેશના મજૂર છે તેમને તબક્કાવાર પરત લાવવામાં આવશે. તેમણે કહ્યું કે બીજા રાજ્યોમાં 14 દિવસનો ક્વોરન્ટાઈન સમય પૂર્ણ કરનારા મજૂરોને ઉત્તરપ્રદેશ પરત લાવવામાં આવશે. તેના માટે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાનો પ્રકોપ એટલો વધારે ફેલાઈ ગયો છે કે સમગ્ર દેશમાં લોકડાઉન છે. એવામાં જે લોકો જ્યા હતા ત્યા જ રહી હતા અને કોઈ એક જગ્યાએથી બજી જગ્યા પર ન જઈ શક્યા. એવામાં સૌથી વધુ મુશ્કેલી મજૂરોને થઈ રહી છે જે પોતાના રાજ્યમાંથી બીજા રાજ્યમાં કામ કરવા માટે ગયા છે. દિલ્હી-મુંબઈ જેવા શહેરોમાં તો ઘણી વખત એ પ્રકારની સ્થિતિ પણ સર્જાઈ કે મજૂરોએ પોતાના રાજ્યમાં જવા માટે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જેના કારણે ઘણી વખત લોકડાઉનનું ઉલ્લંઘન પણ થયું હતું.
ઘણી વખત એ પ્રકારની તસવીરો પણ સામે આવી કે મોટા-મોટા શહેરોમાંથી મજૂરોના ટોળા લોકડાઉન દરમિયાન પોતાના ગામડે જવા માટે હજારો કિલોમીટર પગપાળા નિકળી પડ્યા હતા. આ તમામ પરિસ્થિતિથી બચવા માટે યૂપી સરકારે મોટું પગલુ ઉઠાવ્યું છે.
છ દિવસ પહેલા જ રાજસ્થાનના કોટમાં યૂપીની આશરે 250 બસો વિદ્યાર્થીઓને લેવા માટે પહોંચી હતી. વિદ્યાર્થીઓ લોકડાઉનના કારણે અહીં ફસાયા હતા. બાદમાં ઉત્તરપ્રદેશ સરકારે 8 હજાર વિદ્યાર્થીઓને કોટાથી યૂપી લાવવા માટે વ્યવસ્થા કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement