UP Religious Conversion: આતંકી સંગઠન સાથે ધર્માંતરણના તાર જોડાયેલા હોવાનો ખુલાસો
ધર્માંતરણ મામલે તપાસ કરી રહેલી એટીએસને કેટલીક જાણકારી મળી છે જેનાથી આ સમગ્ર પ્રકરણ આતંકવાદ સાથે જોડાયેલું હોવાનું લાગી રહ્યું છે. એટીએસની પૂછપરછમાં ઉમર ગૌતમ અને મુફ્તી જહાંગીરને ઘણા ચૌંકાવનારા ખુલાસા કર્યા છે.
ધર્માંતરણ મામલે તપાસ કરી રહેલી એટીએસને કેટલીક જાણકારી મળી છે જેનાથી આ સમગ્ર પ્રકરણ આતંકવાદ સાથે જોડાયેલું હોવાનું લાગી રહ્યું છે. એટીએસની પૂછપરછમાં ઉમર ગૌતમ અને મુફ્તી જહાંગીરે ઘણા ચૌંકાવનારા ખુલાસા કર્યા છે. આ મામલામાં આઈએસઆઈમાં સામેલ થવા અને વિદેશી ફંડિંગના પૂરાવા પહેલા જ એટીએસને મળી ચૂક્યા છે. હવે ધર્માંતરણ કરવાવાળાનું આતંકી સંગઠનો સાથે જોડાયેલા હોવાની વાત સામે આવ્યા બાદ દેશની તપાસ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આ ક્રમમાં યૂપી પોલીસ એક એવો નંબર જાહેર કરવા જઈ રહ્યું છે જેમાં બળજબરીથી ધર્માંતરણના પીડિતો સંપર્ક કરી શકે છે. એડીજી કાયદો વ્યવસ્થા પ્રશાંત કુમારનું કહેવું છે કે ફોન નંબર પર સૂચના આપનાર વ્યક્તિની ઓળખ અને નામ જાહેર કરવામાં નહી આવે.
ઉમર ગૌતમ અને જહાંગીરને એટીએસએ ધરપકડ કરી પૂછપરછ માટે સાત દિવસના રિમાન્ડ પર લીધા છે. રિમાન્ડનો આજે બીજો દિવસ છે ઉમર અને જહાંગીરે પૂછપરછમાં ઘણા મોટા ખુલાસા કર્યા છે. ઉમર અને જહાંગીર પાસેથી મળેલી જાણકારીઓના આધાર પર ધર્માંતરણ કરવાવાળાના તાર આતંકી સંગઠનો સાથે જોડાતા હોવાનું સામે આવી રહ્યું છે. એટીએસના સૂત્રો મુજબ ઉમર અને જહાંગીરને મદદથી નવી દિલ્હી સ્થિત પોતાની સંસ્થા ઈસ્લામિક દાવાહ ફાઉન્ડેશનમાં દેશ-િવદેશની તમામ સંસ્થાઓ, ટ્રસ્ટ અને ફાઉન્ડેશન પાસેથી આર્થિક સહાયતા લેવાની વાત સ્વીકારી છે. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં ઉમર પોતે ઈંગ્લેન્ડ, પોલેન્ડ અને સિંગાપુર સહિત અન્ય દેશોમાં ધર્માંતરણ કરાવવાની વાત કબૂલી રહ્યો છે. તેણે એ પણ સ્વીકાર કર્યો છે કે વિદેશોમાંથી તેના ફાઉન્ડેશનને આર્થિક મદદ મળે છે. એટીએસની પૂછપરછમાં ઉમરે જે જાણકારીઓ આપી, તે મુજબ ધર્માંતરણનું કામ દેશના 24 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોમાં ચાલી રહ્યું હતું. હિંદુ સિવાય ઈસાઈ, જૈન અને શિખ પરીવારના બાળકોના પણ ધર્માંતરણ કરવાની વાત સ્વીકારી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધર્માંતરણ ગિરોહના દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાની જાણકારી બાદ કડક વલણ અપનાવ્યું છે. તેમણે એટીએસ અને અન્ય એજન્સીઓને દેશની સુરક્ષા અને આસ્થા સાથે કાવતરા કરનારા સામે કડક પગલા લેવાના નિર્દેશ આપ્યા છે. પોલીસ અધિકારીઓ પાસેથી સતત અપડેટ લઈ રહ્યા છે. મુખ્યમંત્રી ધર્માંતરણના સમગ્ર પ્રકરણને પોતે મોનિટરિંગ કરી રહ્યા છે.
ધર્માંતરણ મામલે તપાસમાં વધુ એક ખુલાસો થયો છે. એટીએસની પૂછપરછમાં ઉમર અને જહાંગીરે દેશ છોડીને ભાગી ગયેલા જાકિર નાઈકની સંસ્ખા ઈસ્લામિક રિસર્ચ અને ફાઉન્ડેશનના લોકો સાથે સંપર્કમાં હોવાની વાત કરી. એટીએસના સૂત્રોએ જણાવ્યું કે ઉમરના સંબંધો ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન સાથે જોડાયેલા વકીલ ફૈઝ સૈયદ સાથે હતા. હવે એટીએસ ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનના અન્ય પદાધિકારીઓ અને સદસ્યો વિશે જાણકારી મેળવી રહ્યું છે.