![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ram Janmabhoomi: હવે રામજન્મભૂમિની સુરક્ષા કરશે SSF, પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ મોટો નિર્ણય
સુરક્ષાની જવાબદારી સંભાળવા માટે SSF બટાલિયન અયોધ્યા પહોંચી ગઈ છે
![Ram Janmabhoomi: હવે રામજન્મભૂમિની સુરક્ષા કરશે SSF, પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ મોટો નિર્ણય UP SSF arrived to handle security of Ayodhya Ram janmabhoomi Ram Janmabhoomi: હવે રામજન્મભૂમિની સુરક્ષા કરશે SSF, પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ મોટો નિર્ણય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/12/6fb57582858b28950bc086200d6f9d61169448773190174_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અયોધ્યામાં રામજન્મભૂમિની સુરક્ષામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. હવે તેની સુરક્ષાની કમાન SSFને સોંપવામાં આવી છે. એસએસએફની રચના તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવી હતી. યુપી પોલીસ અને પીએસીના શ્રેષ્ઠ કર્મચારીઓને પસંદ કરીને આ ફોર્સની રચના કરવામાં આવી છે જેમને વિશેષ સુરક્ષા માટે તાલીમ આપવામાં આવી છે.
સુરક્ષાની જવાબદારી સંભાળવા માટે SSF બટાલિયન અયોધ્યા પહોંચી ગઈ છે. જોકે, તે એક સપ્તાહની વિશેષ તાલીમ લેશે. આ દરમિયાન તેમને સુરક્ષા પડકારો અને તેનો સામનો કેવી રીતે કરવો તેની માહિતી આપવામાં આવશે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં ઝડપી કાર્યવાહી માટે તેમને સ્થાન અને રૂટ મેપ વિશે પણ માહિતી આપવામાં આવશે.
SSFના જવાનો ખૂબ જ ખાસ છે
રાજ્ય સરકાર દ્વારા રચાયેલ SSF પીએસી અને યુપી પોલીસના શ્રેષ્ઠ કર્મચારીઓને એકઠા કરીને તૈયાર કરવામાં આવી છે. SSFની બે બટાલિયન સોમવારે રાત્રે અયોધ્યા પહોંચી હતી. અયોધ્યાના સીઓ એસકે ગૌતમ સહિતના પોલીસ અધિકારીઓએ સૈનિકોને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરાયું હતું.
હવે આ જવાનોને એક સપ્તાહની વિશેષ તાલીમ આપવામાં આવશે. ટ્રેનિંગ બાદ શ્રી રામ જન્મભૂમિ પરિસરની સુરક્ષા વ્યવસ્થા તેમને સોંપવામાં આવશે. અયોધ્યાના સીઓ એસકે ગૌતમના જણાવ્યા અનુસાર, રામજન્મભૂમિની સુરક્ષા માટે 280 SSF જવાનો તૈનાત કરવામાં આવશે.
આ સ્થળોની સુરક્ષા પણ SSFને સોંપવામાં આવશે
અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ સંકુલ બાદ હવે SSF કાશી અને મથુરાના મંદિરોની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી પણ સંભાળશે. એટલું જ નહીં રાજ્યના એરપોર્ટની સુરક્ષા માટે SSF પણ તૈનાત કરવામાં આવશે. આ વિશેષ દળની રચના વખતે તેનો ઉદ્દેશ્ય અને જવાબદારી નક્કી કરવામાં આવી હતી. તેથી હવે તેમને અયોધ્યામાં સુરક્ષા સહિત રાજ્યના સંવેદનશીલ સ્થળોની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે અને તેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
અત્યાર સુધી સીઆરપીએફ અને પોલીસ સુરક્ષા સંભાળતી હતી
રામલલાની સુરક્ષામાં સૌથી અંદરના અને છેલ્લા ભાગની સુરક્ષા સંપૂર્ણપણે CRPFના હાથમાં છે. આ માટે હાલમાં એક મહિલા બટાલિયન સહિત CRPFની 6 બટાલિયન તૈનાત છે. રામજન્મભૂમિ સંકુલની સુરક્ષા માટે પીએસીની 12 કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)