શોધખોળ કરો
ગેંગસ્ટર વિકાસ દુબે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર, ફાયરિંગ દરમિયાન વિકાસને કમરમાં વાગી હતી ગોળી
યુપીના કાનપુરમાં ગેંગસ્ટર વિકાસ દુબેની કાર અચાનક પલટી ખાઈ ગઈ હતી. કાર પલટી જતાં વિકાસ દુબેને ભાગવાનો મોકો મળી ગયો હતો. કાર પલટી ખાધા બાદ વિકાસ દુબે અને પોલીસ વચ્ચે સામ સામે ફાયરિંગ થયું હતું.
આઠ પોલીસ કર્મીઓની હત્યાનો મુખ્ય આરોપી વિકાસ દુબે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. એસટીએફ મધ્ય પ્રદેશના ઉજ્જેનથી આજે સવારે જ કાનપુર લઈને આવી રહી હતી. કાનપુર આવતાં જ પોલીસની ગાડી રસ્તામાં પલટી ખાઈ ગઈ હતી. આ દરમિયાન વિકાસ દુબેને પોલીસે એક જવાનના હથિયાર છિનવીને ભાગવાની કોશિશ કરી હતી. વિકાસ દુબે અને પોલીસની વચ્ચે ફાયરિંગ થયું હતું. આ દરમિયાન વિકાસ દુબે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
યુપીના કાનપુરમાં ગેંગસ્ટર વિકાસ દુબેની કાર અચાનક પલટી ખાઈ ગઈ હતી. કાર પલટી જતાં વિકાસ દુબેને ભાગવાનો મોકો મળી ગયો હતો. કાર પલટી ખાધા બાદ વિકાસ દુબે અને પોલીસ વચ્ચે સામ સામે ફાયરિંગ થયું હતું. તે દરમિયાન વિકાસ દુબેને કમરના ભાગે ગોળી વાગી હતી જેના કારણે વિકાસ દુબેનું મોત થયું છે.
નોંધયની છે કે, ઉત્તરપ્રદેશના કાનપુરમાં આઠ પોલીસકર્મીઓની હત્યાના મુખ્ય આરોપી વિકાસ દુબેને મધ્યપ્રદેશના ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ પોલીસ સતત પુછપરછ કરી હતી. આ દરમિયાન ઘણા મોટા ખુલાસા કર્યાં હોવાનું સામે આવ્યું હતું. સૂત્રો પ્રમાણે, વિકાસ દુબેએ કહ્યું કે, તે પોલીસકર્મીઓની હત્યા બાદ તેમના મૃતદેહ સળગાવવા માંગતો હતો. સળગાવવા માટે મૃતદેહને એક જગ્યાએ એકઠા કર્યાં હતા અને તેલની સગવડતા પણ કરી હતી. સૂત્રએ જણાવ્યું હતું કે, વિકાસ દુબેએ પોલીસકર્મીઓના સંપર્કમાં હોવાની વાત પણ કહી. વિકાસ દુબેએ કહ્યું, અમને સૂચના મળી હતી કે, પોલીસ સવારે આવશે. પોલીસ રાત્રે જ દરોડો પાડવા આવી ગઈ. ડર હતો કે પોલીસ એન્કાઉન્ટર કરી નાખશે.One of the vehicles of the convoy of Uttar Pradesh Special Task Force (STF) that was bringing back #VikasDubey from Madhya Pradesh to Kanpur overturns. Police at the spot. More details awaited. pic.twitter.com/7OTruZ2R7h
— ANI UP (@ANINewsUP) July 10, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement