પીએમ મોદીએ યુપીને આપી 9 મેડિકલ કૉલેજોની ગિફ્ટ, કહ્યું- યોગીજીએ બચાવ્યુ હજારો બાળકોનુ જીવન
વડાપ્રધાન 5200 કરોડ રૂપિયાથી વધુ પરિયોજનાઓનું ઉદ્ધાટન કર્યું, યોજના હેઠળ ત્રણ તબક્કામાં દેશભરમાં 157 નવી મેડિકલ કોલેજને મંજૂર કરવામાં આવ્યા છે જેમાંથી 63 મેડિકલ કોલેજનુ અગાઉથી સંચાલન ચાલી રહ્યું છે.
PM Modi UP Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મેડિકલ કૉલેજની ગિફ્ટ આપી છે. સિદ્વાર્થનગરમાં મંચ પરથી જનતાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ આરોગ્યનો ડબલ ડૉઝ લઇને આવ્યો છે. તેમને કહ્યું કે, પૂર્વાંચલની આ ધરતી દેશને ડૉક્ટરો આપવાની છે. વડાપ્રધાન મંત્રીએ રાજ્યની પૂર્વવર્તી સમાજવાદી પાર્ટીના સરકાર પર પણ જોરદાર નિશાન સાધ્યુ. વડાપ્રધાન મોદીએ સિદ્ધાર્થનગરમા બનેલી મેડિકલ કોજેલનું લોકાર્પણ કર્યું હતું. સાથે તેમણે એટા, હરદોઇ, પ્રતાપગઢ, ફતેહપુર, દેવરિયા, ગાજીપુર, મિર્ઝાપુર અને જૌનપુરની મેડિકલ કોલેજોનું પણ ડિઝિટલ માધ્યમથી લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની શરૂઆત કરી હતી. વડાપ્રધાન 5200 કરોડ રૂપિયાથી વધુ પરિયોજનાઓનું પણ ઉદ્ધાટન કર્યું હતું. યોજના હેઠળ ત્રણ તબક્કામાં દેશભરમાં 157 નવી મેડિકલ કોલેજને મંજૂર કરવામાં આવ્યા છે જેમાંથી 63 મેડિકલ કોલેજનુ અગાઉથી સંચાલન ચાલી રહ્યું છે.
લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે શું કોઇને યાદ છે કે ઉત્તર પ્રદેશના ઇતિહાસમાં ક્યારેય એક સાથે આટલી બધી મેડિકલ કોલેજનું લોકાર્પણ થયું છે. શું ક્યારેય આવું થયું છે. અગાઉ આવું ક્યારેય થયું નથી અને હવે આવું થઇ રહ્યું છે. એનુ કારણ છે રાજકીય ઇચ્છાશક્તિ અને રાજકીય પ્રાથમિકતા. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના ભાઇ-બહેન ભૂલી શકતા નથી કેવી રીતે યોગીજીએ સંસદમાં ઉત્તર પ્રદેશની ખરાબ મેડિકલ વ્યવસ્થાની વ્યથા સંભળાવી હતી. તે સમયે યોગીજી મુખ્યમંત્રી નહોતા, સાંસદ હતા.
મોદીએ કહ્યું કે જે પૂર્વાંચલની છબિ છેલ્લી સરકારોએ ખરાબ કરી હતી એ પૂર્વાંચલ ઉત્તર પ્રદેશને સ્વાસ્થ્યનો નવો રાહ ચિંધશે. ઉત્તર પ્રદેશ અને પૂર્વાંચલમાં આસ્થા, આધ્યાત્મ અને સામાજિક જીવન સાથે જોડાયેલી વિસ્તૃત વારસો છે. આજે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશમાં જે સરકાર છે તે અનેક કર્મયોગીઓની દાયકાઓની તપસ્યાનું ફળ છે. સિદ્ધાર્થનગરે પણ સ્વર્ગીય માધવ પ્રસાદ ત્રિપાઠીના રૂપમાં આવા સમર્પિત જનપ્રતિનિધિ દેશને આપ્યા છે. સિદ્ધાર્થનગરની નવી મેડિકલ કોલેજનું નામ માધવ બાબૂના નામ પર રાખવામાં આવ્યું છે. તેમનું નામ અહીં અભ્યાસ કરનારા યુવા ડોક્ટરોને જનસેવાની સતત પ્રેરણા આપશે.
વડાપ્રધાને કહ્યું કે યોગીજી અગાઉની સરકારોએ પોતાના કાર્યકાળમાં ઉત્તરપ્રદેશમાં ફક્ત છ મેડિકલ કોલેજ બનાવી હતી. મુખ્યમંત્રી યોગીજીએ કાર્યકાળમાં 16 મેડિકલ કોલેજ શરૂ કરી દીધી છે અને 30 નવી મેડિકલ કોલેજો પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. રાજ્યમાં 90 લાખ દર્દીઓને આયુષ્યમાન ભારત યોજના હેઠળ મફતમાં સારવાર મળી છે.