શોધખોળ કરો
Advertisement
UPSC 2021નું કેલેન્ડર જાહેર, જાણો પરીક્ષાની તારીખો
યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ 2021માં યોજાનારી પરીક્ષાનું શેડ્યૂઅલ જાહેર કર્યું છે.
નવી દિલ્હી: યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ 2021માં યોજાનારી પરીક્ષાનું શેડ્યૂઅલ જાહેર કર્યું છે. જાહેર કરવામાં આવેલા શેડ્યૂઅલ મુજબ યૂપીએસસી સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષા 27 જૂને યોજાશે. સિવિલ સેવા પરીક્ષા 2021 માટે પરીક્ષા નોટીફિકેશ 10 ફેબ્રુઆરીએ જાહેર થશે. જે 2 માર્ચ 2021 સુધી સક્રિય રહેશે.
પરીક્ષા કેલેન્ડર અનુસાર, સિવિલ સેવા મુખ્ય પરીક્ષા 17 સપ્ટેમ્બર 2021થી શરૂ થશે. આ સિવાય આયોગે એન્જિનિયરિંગ સેવા પરીક્ષા, સંયુક્ત ભૂવૈજ્ઞાનિક સેવા પરીક્ષા, ભારતીય આર્થિક સેવા પરીક્ષા, ભારતીય સાંખ્યિક સેવા પરીક્ષા, કેંદ્રીય સશસ્ત્ર પોલીસ બળ પરીક્ષા અને સંયુક્ત ચિકિત્સા સેવા પરીક્ષાની તારીખો પણ જાહેર કરી છે.
આયોગે આ વર્ષે 4 ઓક્ટોબરે સિવિલ સેવા 2020ની પ્રારંભિક પરીક્ષા આયોજિત કરશે. આ પરીક્ષા 31 મેના યોજાવાની હતી પરંતુ કોરોનાની મહામારીના કારણે સ્થગિત કરવામાં આવી હતી. યૂપીએસસી દ્વારા આજે જાહેર પરીક્ષા કાર્યક્રમ અનુસાર સિવિલ સેવા 2020 પસંદગી માટે મુખ્ય પરીક્ષા 8,9,10,16, અને 17 જાન્યુઆરીમાં આયોજિત કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement