શોધખોળ કરો
Advertisement
યૂપીના મંત્રીએ આપ્યું વિવાદીત નિવેદન, કહ્યું- 'માયાવતી વિજળીનો તાર, જે અડશે તે નષ્ટ થઈ જશે'
ઉત્તરપ્રદેશમાં યોગી સરકારના નવનિયુક્ત મંત્રીએ બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે.
આગરા: ઉત્તરપ્રદેશમાં યોગી સરકારના નવનિયુક્ત મંત્રીએ બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે. ઉત્તરપ્રદેશમાં નવનિયુક્ત મંત્રી ગિરિરાજ સિંહે ધર્મેશે બહુજન સમાજ પાર્ટી (બસપા)ના પ્રમુખ માયાવતીની તુલના વિજળીના તાર સાથે કરી, માયાવતી એક તાર છે જે તેને અડકશે તે નષ્ટ થઈ જશે.
સમાજ કલ્યાણ તથા અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિ કલ્યાણ રાજ્યમંત્રી અને આગરા કૈંટથી ધારાસભ્ય ધર્મેશે કહ્યું માયાવતી વિશ્વાસ પાત્ર નથી અને તેમણે બધાને દગો આપ્યો છે. તેમણે કહ્યું, 'તેણે લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીનો ઉપયોગ કરી પોતાની પાર્ટીને 10 બેઠકો પર પહોંચાડી સપાને દગો આપ્યો છે.'
ધર્મેશે કહ્યું બસપા સંસ્થાપક કાશીરામનુ નિધન શંકાસ્પદ પરિસ્થિતિઓમાં થયું છે અને તેઓ ટૂંક સમયમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળી તેની સીબીઆઈ તપાસની માંગ કરશે. ધર્મેશ 1994માં ભાજપ સાથે જોડાયા હતા અને 2017માં તેમણે પ્રથમ વખત ચૂંટણી જીતી હતી.Uttar Pradesh Minister Giriraj Singh Dharmesh: Kanshi Ram (BSP founder) didn't die naturally, he died in suspicious circumstances, he was being treated under Mayawati's watch. Kanshi Ram's sister is saying Mayawati murdered him, I'll appeal to the CM to get it investigated by CBI pic.twitter.com/ILqfdZVHU6
— ANI UP (@ANINewsUP) August 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion