શોધખોળ કરો
Advertisement
તપોવન ટનલમાં ફસાયેલા 15 લોકોનું કરાયું રેસ્ક્યૂ, 250 મીટર લાંબી સુરંગમાં બચાવકાર્ય યથાવત
રેસ્ક્યૂમાં જોડાયેલા ITBPના જવાનોએ તપોવન ટનલમા ફસાયેલા લોકોએ બહાર કાઢ્યા છે. મોત સામે જંગ જીતી આવેલા લોકોને ચહેરા પર ખુશીનો માહોલ છે.
ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાના કારણે મોટી તબાહી સર્જાઈ છે. રેણીમાં ઋષિગંગા પ્રોજેક્ટમાં ગ્લેશિયર તૂટ્યો છે. અનેક મકાનો સાથે લોકો તણાયાની આશંકા છે. બે NTPC પ્રોજેક્ટને નુકસાન થયું છે. આ ઘટનામાં 150 લોકો લાપતા થયા હોવાની આશંકા છે. અત્યાર સુધીમા 10 શબ મળી આવ્યા છે. રેસ્ક્યૂમાં જોડાયેલા ITBPના જવાનોએ તપોવન ટનલમા ફસાયેલા લોકોએ બહાર કાઢ્યા છે. મોત સામે જંગ જીતી આવેલા લોકોને ચહેરા પર ખુશીનો માહોલ છે. લોકોને ટનલમાંથી બહાર કાઢવામાં આવ્યા તો તેમને ચહેરા પર સ્મિત જોવા મળ્યું.
ઉલ્લેખનીય છે કે તપોવન ટનલમાં 25થી વધારે મજૂરો ફસાયેલા છે. લોકોને બહાર કાઢવાનું કામ ચાલું છએ. જેસીબી મશીનોથી કાટમાળ સાફ કરવામાં આવી રહ્યો છે. ચમોલી તબાહીની તસવીરો જણાવે છે કે આ ઘટના કેટલી ભયાનક હતી. તપોવન ટનલમાં ફસાયેલા 15 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. 250 મીટર લાંબી સુરંગમાં બચાવકાર્ય યથાવત છે.
ગ્લેશિયર તૂટવાથી ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે તૂટી ગયો છે.તો બીજી તરફ અનેક મકાન તણાયાની પણ આશંકા સેવાઇ રહી છે. ગ્લેશિયર તૂટતા અનેક ગામ સંપર્ક વિહોણા બની ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement