શોધખોળ કરો

માલ્યાનો દાવો- દેશ છોડતા અગાઉ સેટલમેન્ટ માટે નાણામંત્રી જેટલીને મળ્યો હતો

નવી દિલ્હીઃ ભાગેડુ વિજય માલ્યાએ આજે મોટો દાવો કર્યો હતો કે, હું ભારત છોડતા અગાઉ નાણા મંત્રી અરુણ જેટલીને મળ્યો હતો. લંડનમાં વેસ્ટમિન્સ્ટર મેજીસ્ટ્રેટની અદાલત બહાર તેમણે જણાવ્યું હતું કે, હું આખા મામલાના ઉકેલ માટે ભારત છોડતા અગાઉ નાણામંત્રી અરુણ જેટલીને મળ્યો હતો. બેન્કોના કરોડોની લોનને ચૂકવવા માટે હું તૈયાર હતો પરંતુ બેન્કોએ મારા સેટલમેન્ટને લઇને સવાલો ઉભા કર્યા હતા. બીજી તરફ માલ્યાના દાવાઓને અરુણ જેટલીએ ફગાવી દીધા હતા. જેટલીએ કહ્યું કે, માલ્યાનું નિવેદન ખોટું છે. અમારી મુલાકાત સંસદમાં થઇ હતી. વર્ષ 2014 બાદથી મે તેને મળવાનો સમય આપ્યો નથી. એવામાં તેને મળ્યો હોવાનો સવાલ જ ઉભો થતો નથી. માલ્યા રાજ્યસભાના સભ્યના કારણે મળેલા વિશેષાધિકારનો દુરુપયોગ કરીને સંસદ ભવનમાં તેમની પાસે આવી ગયો હતો. વિજય માલ્યાના દાવા બાદ કોગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોગ્રેસે માલ્યા, પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સીનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે ભાગેડુંની સાથે લૂંટારાઓનો વિકાસ બીજેપીનું એક માત્ર લક્ષ્ય છે. બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, આ ચોંકાવનારો મામલો છે. કેજરીવાલે પૂછ્યું કે અત્યાર સુધી નાણામંત્રીએ આ વાત કેમ છૂપાવી હતી. કેજરીવાલે દાવો કર્યો હતો કે નીરવ મોદી દેશ છોડ્યા અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વિજય માલ્યાએ ભારત છોડતા અગાઉ નાણામંત્રી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકોમાં શું થયું હતું? લોકો જાણવા માંગે છે? કોગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, ભાગેડું સાથે, લૂંટારાઓનો વિકાસ બીજેપીનું એકમાત્ર લક્ષ્ય છે. મોદીજી, છોટા મોદી, આપણા મેહુલભાઇ, અમિત ભટનાગર જેવા પાસેથી દેશના કરોડો લૂંટાવી દીધા, વિદેશ ભગાડી દીધા, વિજય માલ્યા તો અરુણ જેટલીને મળ્યો પણ હતો, વિદાય લીધી અને દેશના પૈસા લઇને ભાગી ગયો? ચોકીદાર નહીં ભાગીદાર છે!

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન
આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ
Embed widget