શોધખોળ કરો
Advertisement
ભાવનાઓ અને ગુસ્સાના પ્રભાવ વિનાની કાર્યવાહીની જરૂર: વીકે સિંહ
શ્રીનગર: કેંદ્રીય મંત્રી અને પૂર્વ સેના પ્રમુખ વીકે સિંહે ‘ખામિયો’ની તપાસની જરૂરત બતાવી જેના લીધે ઉરીમાં સેનાના શિવિર પર હુમલો થયો અને સાથે સલાહ આપી કે ભારતીય સેના ઉપયુક્ત યોજનાની સાથે ‘ઠંડા મગજે’ જવાબ આપવા પર નિર્ણય કરે.
વિદેશ રાજ્યમંત્રીએ કહ્યું, સેનાને ઘણે નજીકથી જોયા હોવાના કારણે મારું માનવું છું કે આ વિશ્લેષણ કરવું જરૂરી છે કે ખરેખર ત્યાં શું થયું.. તપાસ કરવાની જરૂરત છે કે કેવી રીતે ઘટના બની અને શું ખામીઓ રહી.’ સિંહે કહ્યું, “...સેના તરફથી સતર્ક રહેવાની જરૂર છે. કાશ્મીરની સ્થિતિ પર વિચારવાની જરૂર છે. ભાવનાઓ, ગુસ્સાથી પ્રભાવિત થયા વગર કાર્યવાહી કરવાની જરૂર છે. તેને શાંત રીતે અને ઘડેલી રણનીતિ પ્રમાણે કામ કરવું પડશે.”
તેમને એ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેંદ્ર મોદી, ગૃહ મંત્રી રાજનાથ સિંહ અને નાણાં મંત્રી અરૂણ જેટલીએ કરેલી વાત ઉપર કાર્યવાહી કરવાની વાત કરી છે. તેમને કહ્યું, ‘આપણે આ ઘટનાને સરકાર પર છોડી દેવી જોઈએ.’ ઉરી આતંકવાદી હુમલાની નિંદા કરતા પીએમ મોદીએ રવિવારે કહ્યું હતું કે, આ ખરાબ કૃત્ય પાછળ જેનો પણ હાથ છે, તેને છોડવામાં આવશે નહીં. આ હુમલામાં 18 સૈનિકો શહીદ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement