(Source: ECI/ABP News/ABP Majha)
Weather LIVE: ફરી એકવાર વરસાદની વકી, ગુજરાતથી લઇને દિલ્હી સુધી આ દિવસે પડશે વરસાદ, જાણો દેશભરનું હવામાન અપડેટ
Weather Forecast India: દેશભરમાં ફરી એકવાર વરસાદ અને માવઠાની આગાહી કરવામાં આવી રહી છે, દિલ્હીથી લઇને ગુજરાત અને બંગાળથી લઇને તેલંગાણા સુધી વરસાદ વરસી શકે છે.
LIVE
Background
Weather Forecast India: દેશભરમાં ફરી એકવાર વરસાદ અને માવઠાની આગાહી કરવામાં આવી રહી છે, દિલ્હીથી લઇને ગુજરાત અને બંગાળથી લઇને તેલંગાણા સુધી વરસાદ વરસી શકે છે.
જાણો ક્યાં જિલ્લામાં પડી શકે છે કમોસમી વરસાદ
હવામાન વિભાગના મતે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં 5 અને 6 એપ્રિલે કમોસમી વરસાદ વરસશી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, કમોસમી વરસાદ પહેલાં ગરમીનો તાપમાનનો પારો તાપમાનમાં 2 થી 4 ડિગ્રી ઉંચે જઇ શકે છે. મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીને પાર રહેશે.તો આજે રાજકોટ અને સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યું.. આ બંને શહેરોમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું. તો અમદાવાદમાં અને ભૂજમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી રાજ્ય પર માવઠાનું સંકટ
4 એપ્રિલથી બે દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી રાજ્ય પર માવઠાનું સંકટ સર્જાયું છે. આજે અને આવતીકાલે ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. જો કે 5 અને 6 એપ્રિલ ફરી કમોસમી વરસાદ થઇ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હજુ ખેડૂતો પરથી માવઠાનું સંકટ ટળ્યું નથી. ફરી હવામાન વિભાગે માવઠું પડવાની આગાહી કરી છે.હવામાન વિભાગના અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 5 અને 6 એપ્રિલે માવઠું થશે.
કમોસમી વરસાદ - ખેડૂતો માટે માઠા સમાચાર
ગાંધીનગર: રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગે ચાર અને પાંચ એપ્રિલે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ચાર એપ્રિલે કચ્છમાં સામાન્ય વરસાદ વરસશે. 5 એપ્રિલે બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ વરસી શકે છે. આગામી બે દિવસ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે.. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રી થવાની શક્યતા છે. તાપમાનનો પારો બેથી ચાર ડિગ્રી વધવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત છે.
શું કહેવું છે હવામાન વિભાગનું -
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવા વરસાદની સંભાવના છે. તે જ સમયે, 2 એપ્રિલ સુધી, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં હળવાથી ભારે વરસાદની અપેક્ષા છે.
દિલ્હીમાં કેવું રહેશે હવામાન
દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે વાતાવરણ સારું રહ્યું છે. લોકોને ગરમીથી રાહત મળી છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. IMDના નવા ડેટા અનુસાર, આજે (2 એપ્રિલ) દિલ્હીમાં હળવા વરસાદ અથવા ઝરમર વરસાદ સાથે આકાશ વાદળછાયું રહેવાની ધારણા છે. આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહેશે.