Weather Update : દેશભરમાં વરસાદથી હાહાકાર, આગામી 5 દિવસ ભારે, અનેક રાજ્યોમાં યલો અને ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે. અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં વાવાઝોડું, વીજળી અને ભારે વરસાદની સંભાવના છે.
IMD Weather Forcast: દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે. યુપી, એમપી, ગુજરાત, હરિયાણાના અનેક જિલ્લાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત છે. વરસાદને કારણે ક્યાંક રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે તો ઘણી જગ્યાએ લોકો ઘરોમાં ફસાઈ ગયા છે. હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ ઉત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઘણા રાજ્યોમાં વરસાદને કારણે યલો અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે લોકોને સાવધાન રહેવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
IMD અનુસાર, જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 8 થી 9 જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણી છે. આ સિવાય કેરળના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યના મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડ જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ઓરેન્જ એલર્ટ જારી
ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે. અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કોંકણ અને કેરળમાં વાવાઝોડું, વીજળી અને ભારે વરસાદની સંભાવના છે. મહારાષ્ટ્રમાં પણ આવું જ છે. જેના કારણે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
વરસાદની શક્યતા
રાષ્ટ્રીય રાજધાનીમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. વિભાગે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં મોટા ભાગના સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ અને 30-50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. દિલ્હીમાં શનિવારે (8 જુલાઈ) મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. આ સિવાય કર્ણાટક, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા અને આંદામાન-નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. જ્યારે તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ લક્ષદ્વીપ અને ગંગા-પશ્ચિમ બંગાળમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. મધ્યપ્રદેશના હવામાન વિભાગે છ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 26થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. વરસાદની વાત કરીએ તો આગામી 24 કલાકમાં ઘણા રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ ઓફ શોર ટ્રફ, સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજ્યભરમાં આગામી 3થી 4 દિવસ વરસાદ પડવાનું અનુમાન છે. આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આવતી કાલે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં મૂશળધાર વરસાદની શક્યતા છે.
Join Our Official Telegram Channel: