શોધખોળ કરો

Weather Today: દિલ્હી, યુપી સહિત આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, કાલથી ફરી વધશે પારો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆર, યુપી, રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.

Weather Today Updates:  આ સમયે દેશના મોટાભાગના રાજ્યોમાં વાતાવરણ ખુશનુમા છે. છેલ્લા કેટલાક સપ્તાહથી ગરમીના પ્રકોપમાંથી લોકોને રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆર, યુપી, રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. મંગળવાર, 6 જૂને મોટાભાગના રાજ્યોમાં હવામાન સૂકું રહેવાની ધારણા છે. બીજી તરફ, 7 જૂન, બુધવારે તાપમાનમાં વધારો થઈ શકે છે. દિલ્હીમાં ગઈકાલે રાત્રે વરસાદ પડ્યો હતો, જેના કારણે લોકોને આકરી ગરમીથી રાહત મળી હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. 6 જૂને ઈન્દિરાપુરમ, નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ, લોની દેહત, હિંડન એરફોર્સ સ્ટેશન, ગાઝિયાબાદ, દાદરી, ગ્રેટર નોઈડાની આસપાસના વિસ્તારોમાં આગામી 2 કલાક દરમિયાન વરસાદ પડી શકે છે. તે જ સમયે, યુપીના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આશંકા છે. જો કે વરસાદ બાદ સૂર્યનો પ્રબળ તાપ પણ લોકોને પરેશાન કરી શકે છે.

હીટવેવ ચેતવણી

ઉત્તરાખંડમાં ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, અલ્મોડાની આસપાસના વિસ્તારોમાં હળવી હિમવર્ષા થવાની સંભાવના છે. મહારાષ્ટ્ર, કેરળ, લક્ષદ્વીપ, કર્ણાટક, મધ્યપ્રદેશમાં ભારે પવન સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત આગામી 5 દિવસ દરમિયાન તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં હળવો વરસાદ પડી શકે છે. રાજસ્થાનમાં પણ વરસાદને કારણે વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના ઉદયપુર, ચિત્તોડગઢ, પાલી, સિરોહ, ભરતપુર, ભીલવાડામાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય વિભાગે બિહાર, સિક્કિમ, ઝારખંડમાં આગામી 5 દિવસ માટે હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે.

ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ

બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે વરસેલા ધોધમાર વરસાદે ફરી એક વખત પ્રશાસનની પોલ ખોલી છે. મોડી રાત્રે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદના કારણે પાલનપુર શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો અમદાવાદ-આબુ હાઈવે પર ચાર ફૂટ સુધીના પાણી ભરાતા પાંચ કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ થયો. ટ્રાફિકજામના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી સ્કૂલે આવતા વિદ્યાર્થીઓ પણ પરેશાન થયા હતા. તો અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદ પડ્યો છે. મોડી રાત્રે જિલ્લાના મોડાસા, ભિલોડા, બાયડ, મેઘરજમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથેના વરસાદથી અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા. તો મોડાસા-શામળાજી હાઇવે પર આવેલી હોટલના છતના પતરા ઉડ્યા હતા. તો ભિલોડાના રામનગર ગામમાં રહેણાંક મકાનના છતના પણ પતરા ઉડ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ઉંમરે પણ નહીં સુધરો ?
Hun To Bolish : હું તો બોલીશ : પાણીએ પાડ્યા બીમાર!
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Under-19 Asia Cup final 2025 : U-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની હાર, 191 રને પરાજય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: દુબઈમાં મેચ બાદ હાઈવોલ્ટેજ ડ્રામા, ભારતીય ખેલાડીઓનો નકવીના હાથે મેડલ લેવાનો ઈનકાર
IND vs PAK: દુબઈમાં મેચ બાદ હાઈવોલ્ટેજ ડ્રામા, ભારતીય ખેલાડીઓનો નકવીના હાથે મેડલ લેવાનો ઈનકાર
Embed widget