WB Election 2021 Phase 4 Voting : ચોથા તબક્કામાં 76.16 ટકા મતદાન, કૂચ બિહારમાં હિંસા દરમિયાન ચારના મોત
ભાજપના નેતા તેમજ કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રીયો અને ટીએમસીના બે મંત્રીઓ સહિત અનેકનું ભાવી ઇવીએમમાં કેદ થશે.
LIVE
Background
ચોથા તબક્કામાં 76.16 ટકા મતદાન
પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કામાં શનિવારે સાંજે પાંચ વાગ્યા સુધી પાંચ જિલ્લાની 44 વિધાનસભા બેઠકો પર 76.16 ટકા મતદાન થયું હતું. મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલયે આ માહિતી આપી હતી.
ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ
વધતા કોરોનાના સંક્રમણને કારણે ગાંધીનગર મહાનગરપાલિકા (GMC)ની ચૂંટણી મોકૂફ રાખવા રાજ્ય ચુંટણી પંચે સત્તાવાર આદેશ કર્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી18 એપ્રિલે યોજાવાની હતી. કોરોનાની સ્થિતિ સુધરે ત્યારબાદ નવી તારીખની જાહેરાત કરવામાં આવશે. રાજ્યમાં વણસી રહેલી કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)એ ચૂંટણી મોકૂફ રાખવા માટે રજૂઆત કરી હતી. આ સાથે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી મોકૂફ રાખવા માટે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી હતી.
4 વાગ્યા સુધી 66 ટકાથી વધુ મતદાન
4 વાગ્યા સુધી 66 ટકાથી વધુ મતદાન
બપોરે 3:39 વાગ્યા સુધી પશ્ચિમ બંગાળની 44 બેઠકો પર 66.76 ટકા મતદાન થયું હતું. મતદાન હજુ ચાલુ છે. જો કે, આ આંકડા પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે હિંસાના અહેવાલો વચ્ચે પણ મતદારો મોટી માત્રામાં મતદાન કરી રહ્યા છે.
બીસીઆઈના અધ્યક્ષ અને ભારતના પૂર્વ કેપ્ટન ગાંગુલીએ મતાધિકારનો ઉપયોગ કર્યો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
