શોધખોળ કરો
Advertisement
મમતા બેનર્જીએ ધરણા ખતમ કર્યા, કહ્યું- બંધારણ અને લોકતંત્રની થઈ જીત
નવી દિલ્હીઃ રવિવારથી ધરણા પર બેઠેલા કોલકાતાના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ધરણા ખતમ કરી દીધા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂની અપીલ બાદ તેમણે 46 કલાક બાદ ધરણાનો અંત આણ્યો હતો. હવે તેઓ આગામી લડાઈ દિલ્હીમાં લડશે.
મમતાએ કહ્યું, આ બંધારણ અને લોકતંત્રની જીત છે. તેથી હવે ધરણા ખતમ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર તમામ એજન્સીઓ અને રાજ્ય એજન્સીઓને કન્ટ્રોલ કરવા માંગે છે. પીએમ તમે દિલ્હીથી રાજીનામું આપો અને ગુજરાત પરત જતા રહો. ત્યાં એક આદમીની સરકાર, એક પાર્ટીની સરકાર છે.
સીબીઆઈના અધિકારીઓ શારદા ચિટ ફન્ડ કેસની તપાસ અર્થે કોલકત્તાના કમિશ્નર રાજીવ કુમારના ઘરે પહોંચી ગયા હતા. રાજીવ કુમારના બચાવમાં ઉતરી આવેલા મમતા બેનર્જીએ શનિવાર રાતથી કોલકત્તામાં મેટ્રો સ્ટેશનની બહાર ધરણા દીધા હતા. મમતા સરકારના આદેશના પગલે રાજીવ કુમારના બંગલે ઘસી આવેલા સીબીઆઈના અધિકારીઓને કોલકાતા પોલીસે પકડીને પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા બાદ સમગ્ર મામલો ગરમાયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion