શોધખોળ કરો
Advertisement
અતિભારે વરસાદને લઈને IMDએ શું આપી મોટી ચેતવણી? કયા-કયા રાજ્યોને કરાયા એલર્ટ? જાણો વિગત
હવામાન વિભાગે શુક્રવારે કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ અને ગોવા, તમિલનાડુ, જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
નવી દિલ્હી: મધ્યપ્રદેશ, કેરળ અને મહારાષ્ટ્ર સહિત ઘણાં રાજ્યોમાં વરસાદ અને પુરના કારણે પરિસ્થિતી બહુ જ ખરાબ છે. ભારે વરસાદના કારણે કેરળમાં કોચ્ચી એરપોર્ટને રવિવારે બપોરે 3 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગે શુક્રવારે કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.
હાલ મધ્યપ્રદેશમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં શક્તિશાળી સિસ્ટમના સક્રિય થવાના કારણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ઘણાં સ્થળે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુનામાં 114.8 મિલીમીટર, ખંડવામાં 137, ખરગોનમાં 106.5 મિલીમીટર, છિંદવાડામાં 101 મિલીમીટર, જબલપુરમાં 111 મિલીમીટર વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે રાજસ્થાનના 17 પૂર્વી તથા દક્ષિણ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. બાંસવાડા, ટોંક, ધૌલપુર, ડુંગરપુર, સિરોહી, ઉદયપુર અને રાજસંમદ જિલ્લાઓમાં ઘણા સ્થળો પર આગામી 24થી 48 કલાક સુધી ભારે વરસાદ પડે તીવ સંભાવના છે.
કેરળમાં મોટીભાગના સ્થળે સતત વરસાદ થઈ રહ્યો છે. રાજ્યના કલપેટ્ટામાં ભારે વરસાદના કારણે ઘણા ઘરોને નુકસાન થયું છે. તમિલનાડુના ઘણા વિસ્તારો ધોધમાર વરસાદ થયો હતો. રાજ્યના નીલગિરીમાં છેલ્લા 24 કાલમાં 82 સેમી વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે શુક્રવાર માટે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ અને ગોવા, તમિલનાડુ, જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
આ સાથે જ પૂર્વોત્તર, મધ્ય અને દક્ષિણ-પશ્વિમ અરબ સાગર વિસ્તારમાં 50 કિમીની ઝડપે પવન ફુંકાવાનું આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ પણ આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement