શોધખોળ કરો

COVID-19ના અલગ અલગ વેરિઅન્ટ્સની શરીર પર કેવી થાય છે અસર? IIT-ઈન્દોરના અભ્યાસમાં થયો ખુલાસો

આ અભ્યાસના પરિણામો 'લોંગ કોવિડ' ના લક્ષણોને સમજવામાં મદદ કરી શકે છે

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ઇન્દોર અને IIIT અલ્હાબાદના સંશોધકોએ સંયુક્ત રીતે એક મહત્વપૂર્ણ સંશોધન હાથ ધર્યું છે જેણે કોવિડ-19 ના વિવિધ વેરિઅન્ટ્સ માણસના શરીરને કેવી રીતે અસર કરે છે તે સમજવામાં મદદ કરી છે. આ અભ્યાસ ‘Journal of Proteome Research’ માં પ્રકાશિત થયો છે અને તેમાં, ભારતમાં પ્રથમ અને બીજી લહેર દરમિયાન 3,134 દર્દીઓના ક્લિનિકલ ડેટાની તપાસ કરવામાં આવી હતી. આ અભ્યાસના પરિણામો 'લોંગ કોવિડ' ના લક્ષણોને સમજવામાં મદદ કરી શકે છે, જેમાં દર્દીઓને ચેપના ઘણા મહિનાઓ પછી પણ થાક, શ્વાસ લેવામાં તકલીફ અને માનસિક મૂંઝવણ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

સંશોધકો માને છે કે આ લક્ષણો વેરિઅન્ટ્સ દ્ધારા શરીરની અંદર કરવામાં આવેલા ઊંડા ફેરફારોનું પરિણામ હોઈ શકે છે.

કોવિડ દરમિયાન શરીરની અંદર શું થાય છે?

આ અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે દરેક વેરિઅન્ટ શરીરની અંદર અલગ બાયોલોજિકલ સિસ્ટમને અસર કરે છે. કેટલાક વેરિઅન્ટ રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે, જ્યારે કેટલાક હોર્મોનલ અને મેટાબોલિક સિસ્ટમ્સ પર ઊંડી અસર કરે છે. સંશોધનમાં મલ્ટી-ઓમિક્સ, રામન સ્પેક્ટ્રોસ્કોપી અને મશીન લર્નિંગ જેવી અદ્યતન તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં રોગની તીવ્રતા સાથે સંકળાયેલા 9 બાયોલોજિકલ માર્કરની ઓળખ કરવામાં આવી હતી.

ડેલ્ટા વેરિઅન્ટ: સૌથી ગંભીર અસર ધરાવતો વેરિઅન્ટ

આ અભ્યાસમાં ડેલ્ટા વેરિઅન્ટ સૌથી ખતરનાક હોવાનું જાણવા મળ્યું છે. આ વેરિઅન્ટ શરીરની ઉર્જા ઉત્પાદન પ્રણાલી (મેટાબોલિક પાથવે) અને હોર્મોન નિયંત્રણ પર સીધો હુમલો કરે છે. આનો અર્થ એ છે કે દર્દીઓ વધુ થાક, હોર્મોનલ અસંતુલન અને લાંબા સમય સુધી ચાલતા લક્ષણોનો અનુભવ કરી શકે છે.

IIT ઇન્દોરના ડૉ. હેમ ચંદ્ર ઝાએ જણાવ્યું હતું કે દરેક વેરિઅન્ટ શરીર પર અલગ અલગ અસર કરે છે, અને ડેલ્ટા સૌથી વધુ અસંતુલનનું કારણ બને છે.

IIT અને IIIT ની શાનદાર ભાગીદારી

આ સંશોધનને સફળ બનાવવામાં બે મુખ્ય સંસ્થાઓએ ફાળો આપ્યો હતો. IIT ઇન્દોરની ટીમે બાયોલોજિકલ ફેરફારોનું મેપિંગ કર્યું હતું. જ્યારે IIIT અલ્હાબાદની ટીમે દર્દીઓના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. આ સહયોગથી પ્રથમ વખત કોવિડ-19 ને માઇક્રોબાયોલોજીકલ સ્તરે (મોલેક્યુલર લેવલ) સમજવાનું શક્ય બન્યું.

ભવિષ્યની આરોગ્ય નીતિઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા

IIT ઇન્દોરના ડિરેક્ટર પ્રો. સુહાસ એસ. જોશીએ જણાવ્યું હતું કે આવા સંશોધન માત્ર વૈજ્ઞાનિક સમજણમાં વધારો કરતા નથી, પરંતુ ભવિષ્યની આરોગ્ય નીતિઓ અને સારવાર વ્યૂહરચનાઓ સુધારવામાં પણ મદદ કરે છે.

આ અભ્યાસ આપણને સમજવામાં મદદ કરે છે કે કોવિડ માત્ર એક ચેપ નથી, પરંતુ એક જટિલ રોગ છે જે શરીરની ઘણી સિસ્ટમોને અસર કરે છે. દરેક નવો પ્રકાર એક નવો ખતરો અને એક નવો પડકાર લઈને આવે છે, અને આ સંશોધન આપણને વધુ સારી તૈયારી કરવાની તક આપશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget