શોધખોળ કરો
Advertisement
ભારત-ચીનના સૈનિકો વચ્ચે સોમવારની રાતે શું થયું હતું? કેવી રીતે આપણાં 20 સૈનિક શહીદ થયા? જાણો
પૂર્વ લદાખના ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલી હિંસક ઝડપમાં ઓછામાં ઓછા 20 જવાન શહીદ થયાના સમાચાર છે. સરકારી સૂત્રોએ આ જાણકારી આપી છે.
નવી દિલ્હી: પૂર્વ લદાખના ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલી હિંસક ઝડપમાં ઓછામાં ઓછા 20 જવાન શહીદ થયાના સમાચાર છે. સરકારી સૂત્રોએ આ જાણકારી આપી છે. સૂત્રોના મતે ચીનના 43 સૈનિકોના મોત થયા છે અથવા ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયા છે. એએનઆઈના સૂત્રોના મતે LAC પર હિંસક ઝડપની ઘટના પછી ગલવાન ઘાટીમાં ચીની હેલિકોપ્ટરની ગતિવિધિમાં સતત વધારો થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, 6 જૂનના રોજ ચીન અને ભારતના વચ્ચે મેજર જનરલ રેંક લેવલની વાતચીત ચાલી રહ હતી જેમાં બોર્ડર પર શાંત રહેવા પર નક્કી કરવામાં આવ્યું હતું. 6 જૂને થયેલી ચર્ચા પ્રમાણે, કાલ રાતે ગલવાન ઘાટીમાં કર્નલ બાબુએ ચીનના સૈનિકોને તેમની હદમાં અને પાછળ હટવા કહ્યું હતું પરંતુ તેમને શાંતિપૂર્ણ વાત કરી હોવા છતાં ચીનના સૈનિકો વિવાદ શરૂ કરી દીધો હતો.
ત્યાર બાદ ભારતીય સૈનિકો અને ચીનના સૈનિકોની વચ્ચે અથડામણ થઈ ગઈ જેમાં ચીનના સૈનિકોએ ભારતીય જવાનો પર ડંડા, પત્થરો અને અણીદાર વસ્તુઓથી હુમલો કર્યો હતો.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, આ અથડામણ લગભગ 3 કલાક સુધી ચાલી હતી. હવે ભારતીય સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, 20થી 17 જવાન બહુ જ ગંભીર રીતે ઘાયલ હતાં. હિંસક અથડામણ બાદ ઈજાગ્રસ્ત સૈનિકોને પરત લાવવામાં આવ્યા હતાં. પહેલા 3 જવાન શહીદ થયા તેા સમાચાર સામે આવ્યા હતાં પરંતુ થોડીવાર બાદ 17 જવાન શહીદ થયા તેવા સમાચાર સામે આવ્યા હતાં. જેના કારણે શહીદ જવાનોની સંખ્યા 20 પર પહોંચી ગઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement