શોધખોળ કરો

Mosquitoes Bite: શું બીયર પીનારા લોકોને મચ્છર વધુ કરડે છે? અભ્યાસમાં થયો મોટો ખુલાસો

Mosquitoes Bite: વરસાદના આગમન સાથે મચ્છરોનો આતંક પણ વધી જાય છે. શું તમે જાણો છો કે બીયર પીનારા લોકોને મચ્છર કેમ કરડે છે? આ સિવાય જાણો કયા લોકોને મચ્છર વધુ કરડે છે.

Mosquitoes Bite: દેશમાં ચોમાસાના આગમનની સાથે જ ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં વરસાદ અને પાણી ભરાવાને કારણે મચ્છરોની સંખ્યા અને તેનાથી ફેલાતી બીમારીઓ વધી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે બિયર પીનારા લોકોને સામાન્ય માણસો કરતાં મચ્છરો વધુ કરડે છે. હા, બિયર પીનારાઓને મચ્છર કેમ વધુ કરડે છે આજે અમે તમને આની પાછળનું કારણ જણાવીશું.

મચ્છર

વરસાદી માહોલમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આ સાથે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા ખતરનાક રોગો ફેલાવાનું જોખમ પણ મચ્છરોના કારણે વધી જાય છે. આ સમય દરમિયાન, લોકો પોતાને મચ્છરોથી બચાવવા માટે ઘણા પગલાં લે છે. પરંતુ બીયર પીનારા લોકોને સામાન્ય લોકો કરતા વધુ મચ્છરો કરડે છે. તાજેતરના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે કેટલાક લોકોને મચ્છર વધુ કરડે છે અને તેની પાછળ ઘણા કારણો છે, જેમાં ત્વચાનો રંગ અને ત્વચા પર રહેલા બેક્ટેરિયાનો સમાવેશ થાય છે.

મચ્છર કેમ કરડે છે?

તમને જણાવી દઈએ કે મચ્છરોની 3500 થી વધુ પ્રજાતિઓ છે, જેમાંથી માત્ર કેટલીક માદા પ્રજાતિઓ જ માણસોને કરડે છે. કારણ કે માદા મચ્છરને તેમના ઈંડા માટે પ્રોટીનની જરૂર હોય છે અને મચ્છરને માનવ રક્તમાંથી પ્રોટીન મળે છે. આ જ કારણે મચ્છર ત્વચા પર સોય જેવા ડંખથી લોકોને કરડે છે. મચ્છર કરડ્યા પછી ત્વચા પર ખંજવાળ, સોજો અને અન્ય ગંભીર ચેપ થાય છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા મચ્છરો દ્વારા ફેલાતા રોગો છે, જે લોકોને અસર કરે છે.

આ ખાસ લોકોને મચ્છર કરડે છે

કેટલીક પરિસ્થિતિઓમાં, મચ્છર ચોક્કસ લોકોને કરડે છે. ન્યૂ મેક્સિકો સ્ટેટ યુનિવર્સિટી, અમેરિકાના પબ્લિક હેલ્થના પ્રોફેસર ડૉ. જગદીશ ખૂબચંદાનીએ મેડિકલ ન્યૂઝ ટુડેને જણાવ્યું હતું કે કેટલાક અભ્યાસોમાં મચ્છરોના માનવ તરફ આકર્ષિત થવાના કારણોની ચર્ચા કરવામાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે શરીરની ગંધ, ચામડીનો રંગ, ચામડીનું તાપમાન અને બનાવટ, ચામડી પર રહેતા જીવજંતુઓ, ગર્ભાવસ્થા, માણસો દ્વારા ઉત્સર્જિત કાર્બન ડાયોક્સાઇડ, આલ્કોહોલ અને આહારને કારણે મચ્છર કેટલાક લોકોને વધુ કરડે છે. સંશોધન મુજબ, સગર્ભા સ્ત્રીઓ, ઉચ્ચ તાપમાન ધરાવતા લોકો અને વધુ પડતો પરસેવો અને કાળી ત્વચાવાળા લોકોને મચ્છર વધુ કરડે છે.

બીયર પીનારા લોકોને મચ્છર વધુ કરડે છે

કેટલાક અભ્યાસમાં એવું પણ સામે આવ્યું છે કે બ્લડ ગ્રુપ A ધરાવતા લોકોને મચ્છર ઓછા કરડે છે. બ્લડ ગ્રુપ O ધરાવતા લોકોને મચ્છર સૌથી વધુ કરડે છે. આ સિવાય બીયર પીનારા લોકો તરફ મચ્છરો વધુ આકર્ષાય છે. જો કે, એવું માનવામાં આવે છે કે મચ્છરોથી બચવાનો એક રસ્તો હળવા રંગના કપડાં પહેરવાનો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

TMC બળવાખોર સાંસદો અંગે મોટો ધડાકો: કીર્તિ આઝાદનો દાવો- 7-8 સાંસદો પર....
TMC બળવાખોર સાંસદો અંગે મોટો ધડાકો: કીર્તિ આઝાદનો દાવો- 7-8 સાંસદો પર....
DA Hike Update: 60% થી વધીને 64% થઈ શકે છે DA, જાણો પગારમાં કેટલો થશે વધારો
DA Hike Update: 60% થી વધીને 64% થઈ શકે છે DA, જાણો પગારમાં કેટલો થશે વધારો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
Embed widget