શોધખોળ કરો
Advertisement
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની સુરક્ષાની જવાબદારી કયા IPS ઑફિસરને સોંપવામાં આવી જાણો
નવી દિલ્લીઃ ભારતીય પોલીસ સેવાના સિનિયર અધિકારી રાધાકૃષ્ણ કિનીને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની સુરક્ષાની જવાબદારી સોપવામાં આવી છે. મંત્રીમંડલની નિયુક્તિ સમિતિએ 1981 બેચના બિહાર કેડરના ભારતીય પોલીસ સેવા અધિકારી કિનીની નિયુક્તિને મંજૂરી આપી દેવામાં આવી છે. તે મંત્રીમંડળીય સચિવાલયના સુરક્ષા સચિવ હશે.
કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો હતો જેને મંજૂરી આપી દેવામાં આવી છે. રાષ્ટ્રીય ક્રાઇણ રિકૉર્ડ બ્યૂરોના મહાનિર્દેશકના પદ પર કાર્યરત કિનીનો કાર્યકાલ આગલા વર્ષે નવેંબરમાં પૂરો થાય છે. તે પોતાના જ બેચના મલય કુમાર સિન્હા પાસેથી આ પદ લેશે. સિન્હા આગામી શુક્રવારે સેવાનિવૃત થઇ રહ્યા છે.
સચિવ વિશેષ સુરક્ષા બળ (એસપીજી)ના વહિવટી મુખ્ય હોય છે અને તેના પર પ્રધાનમંત્રી હોય છે. પૂર્વ પ્રધાનમંત્રી અને તેમના પરિવારના સભ્યોની ભારતની અંદર અને બહાર સુરક્ષા વ્યવસ્થાની નજીકથી નજર રાખવાની જવાબદારી હોય છે. આ સિવાય રાજ્ય સરકારી અને કેંદ્રીય પોલીસ બળો દ્વારા કરવામાં આવતી જેમરની ખરીદીને લગતી નીતિના નૉડલ ઓથૉરિટી હોય છે. એસપીજીના તમામ કાર્યપાલન સંબંધી પ્રસ્તાવોની મંજૂરી સુરક્ષા સચિવની હોય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement