Sushen Mohan Gupta: રાફેલ ડીલમાં જેનું નામ બહાર આવ્યુ છે તે સુશેન મોહન ગુપ્તા કોણ છે?
સુશેન મોહન ગુપ્તા વિરુદ્ધ વીવીઆઇપી હેલિકોપ્ટર કૌભાંડ સિવાય એમ્બ્રાયર જહાજ કૌભાંડને લઇને તપાસ ચાલી રહી છે અને તેના એકાઉન્ટની તપાસ દરમિયાન દસોલ્ટ કંપની સિવાય ઇઝરાયલ કંપનીઓ પાસેથી પૈસા લેવાની જાણકારી મળી
Rafale Scam Middleman Sushen Mohan Gupta: રાફેલ ડીલ (Rafale Deal) માં કથિત કમિશન આપવા અંગે ભાજપ અને કોગ્રેસ સામસામે આવી ગયા છે. રાફેલ પર નવો રિપોર્ટ બહાર આવ્યા બાદ કોગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે. કોગ્રેસે તેને દેશનો સૌથી મોટો સંરક્ષણ કૌભાંડ ગણાવ્યું હતું તો ભાજપે આ ડીલમાં વચેટિયાનું નામ જાહેર કર્યું છે જેના મારફતે કમિશન આપવામાં આવ્યું છે. ભાજપનું કહેવું છે કે આ કમિશન કોગ્રેસના કાર્યકાળ દરમિયાન આપવામાં આવ્યું. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ જેને વચેટિયાનું નામ લીધું તેનું નામ સુશેન મોહન ગુપ્તા છે.
નોંધનીય છે કે સુશેન મોહન ગુપ્તા વિરુદ્ધ વીવીઆઇપી હેલિકોપ્ટર કૌભાંડ સિવાય એમ્બ્રાયર જહાજ કૌભાંડને લઇને તપાસ ચાલી રહી છે અને તેના એકાઉન્ટની તપાસ દરમિયાન દસોલ્ટ કંપની સિવાય ઇઝરાયલ કંપનીઓ પાસેથી પૈસા આવવાની જાણકારી મળી હતી. સુશેન પોતાની તમામ રાજ દુબઇમાં એક ડબ્બામાં છૂપાવીને રાખતો હતો અને એક દરોડા દરમિયાન તે ડબ્બો પકડાઇ ગયો હતો. ત્યારબાદ તે કાયદાના સકંજામાં આવી ગયો હતો. સુશેન મોહન ગુપ્તાના દિલ્હીમાં અનેક વિસ્તારોમાં ઠેકાણાઓ છે.
તપાસ એજન્સીઓના મતે તેના પિતાની ઓળખાણ હતી. આ ઓળખાણનો ફાયદો લઇને સુશેન દલાલીના ધંધામાં આવ્યો હતો અને પોતાના ભાઇ સુશાંતને પણ અનેક કંપનીઓમાં સહયોગી બનાવ્યો હતો. તપાસ એજન્સીઓના મતે સુશેને જહાજના એન્જિન બનાવનારી પ્રાએટ એન્ડ વિટનીની એજન્સી પણ લીધી અને ધીરે ધીરે તે ડિફેન્સ દલાલીના ધંધામાં એક મોટું નામ બની ગયુંય સાથે તેણે વિદેશોમાં પણ કેટલીક કંપનીઓ અને બેન્ક એકાઉન્ટ ખોલી લીધા હતા. આ બેન્ક એકાઉન્ટ મારફતે તે દલાલીની રકમની હેરફેર કરતો હતો.
સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો હતો કે સુશેન ગુપ્તા કોઇ નવો ખેલાડી નથી. તેનું નામ વીવીઆઇપી અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડમાં દલાલી લેવાનો આરોપ લાગ્યો ત્યારે બહાર આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાફેલ ડીલ માટે દસોલ્ટ એવિયેશને સુશેન ગુપ્તા નામના એજન્ટને 65 કરોડ રૂપિયા આપ્યા હતા.