શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારતમાં સૌથી પહેલા કોને મળી શકે છે કોરોનાની વેક્સીન ? જાણો વિગતે
સૌથી પહેલા દેશમાં એ લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવશે જેમાં એક કરોડ હેલ્થ વર્કર્સને સામેલ કરવામાં આવ્યા છે. ડૉક્ટર્સ, નર્સ અને આશા વર્કર્સ સિવાય એમબીબીએસના વિદ્યાર્થીઓને પણ કોરોના વેક્સીન સૌથી પહેલા અપાશે.
નવી દિલ્હી: વેક્સીનના ટ્રાયલને જો બધુ બરાબર રહેશે તો આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ભારતમાં કોરોના વેક્સીન ઉપલબ્ધ થઈ જશે. ભારતમાં બાયોટેકનું લક્ષ્ય છે કે, આગામી વર્ષે ફેબ્રુઆરીમાં ‘કોવેક્સીન’ને લોન્ચ કરી દેવાશે. આ ભારતની પ્રથમ કોરોના રસી હોઈ શકે છે. તેની વચ્ચે વેક્સીનની વહેંચઈને લઈને પણ સરકાર તૈયારી કરી રહી છે. સૌથી જે લોકોને વેક્સીન આપવામાં આવશે તેને લઈ ચાર પ્રકારની કેટેગરી બનાવવામાં આવી છે.
સૌથી પહેલા દેશમાં એ લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવશે જેમાં એક કરોડ હેલ્થ વર્કર્સને સામેલ કરવામાં આવ્યા છે. ડૉક્ટર્સ, નર્સ અને આશા વર્કર્સ સિવાય એમબીબીએસના વિદ્યાર્થીઓને પણ કોરોના વેક્સીન સૌથી પહેલા અપાશે.
આ સિવાય બે કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને પણ કોરોના વેક્સીન આપવામાં આવશે. તેમાં નગર નિગમના કર્મચારી, સેનાના સભ્ય અને પોલીસકર્મીઓને સામેલ કરવામાં આવ્યા છે. તેની સાથે જ પચાસ વર્ષથી વધુ ઉંમરના એ લોકો જેમને કોરોના સંક્રમણ થવાનું સૌથી વધારે જોખમ છે. તેમને પણ પ્રાયોરિટી ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. તેની સંખ્યા 26 કરોડ હશે. ઉલ્લેખનીય છે કે વધુ ઉમરવાળા લોકોને કોરોના વધારે પ્રભાવિત કરે છે.
સ્પેશિયલ કેટેગરીના એક કરોડ લોકોને પણ વેક્સીન મળશે. તેમાં એવા લોકો સામેલ થશે જેની ઉંમર પચાસ વર્ષથી ઓછી પરંતુ તે કો-મોરબિડ હશે. એટલે કે અન્ય બિમારીથી પીડિત હશે.
મોટા પાયે કોરોના વાયરસ-રોધી રસી અભિયાનમાં હોસ્પિટલો સિવાય આંગણવાડી કેન્દ્ર, સ્કૂલો, પંચાયત ભવનો અને એવા અન્ય સંસ્થાઓનો ઉપયોગ રસીકરણ સ્થળ તરીકે કરવામાં આવશે. આ અભિયાનની દેખરેખ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ક્રિકેટ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion