(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાનો નવો વાયરસ છે અત્યંત ખતરનાક, એન્ટિબોડી હોય તો પણ તમને લાગી શકે ચેપ
દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાનું ઝડપથી વધતું જતું સંક્રમણ હાલ તો એક પડકારરૂપ બની ગયું છે. તેમાં પણ પણ કોરોનાનું ડબલ મ્યુટેશન વેરિયન્ટ સૌથી વધુ ચિંતાજનક છે.કેમ ડબલ મ્યુટેશન વેરિયન્ટ વધુ ખતરનાક છે અને તેના કારણો શું છે. જાણીએ...
દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાનું ઝડપથી વધતું જતું સંક્રમણ હાલ તો એક પડકારરૂપ બની ગયું છે. તેમાં પણ પણ કોરોનાનું ડબલ મ્યુટેશન વેરિયન્ટ સૌથી વધુ ચિંતાજનક છે.કેમ ડબલ મ્યુટેશન વેરિયન્ટ વધુ ખતરનાક છે અને તેના કારણો શું છે. જાણીએ...
દેશમાં વધતાં જતાં સંક્રમણ માટે એક્સપર્ટ કોરોનાનું ડબલ મ્યુટેશન વેરિયન્ટને જવાબદાર માની રહ્યાં છે. કોવિડનો-19 બી-1,617 વેરિયન્ટ વધુ સંક્રમક હોવાથી હાલ આ સ્થિતિ છે. સ્થિતિ એટલા માટે પણ ગંભીર છે કે આ વેરિયન્ટ રોગપ્રતિકારક શક્તિને પણ ઘટાડી દે છે અને શરીર પર હુમલો કરે છે. દુર્ભાગ્યપૂર્ણ વાત તો એ છે કે આ નવું ભારતમાં પહેલી વખત જ સામે આવ્યું છે.
નવા વેરિયન્ટ દેશના ક્યાં રાજ્યોમાં જોવા મળે છે. તે વિશે વાત કરીએ તો કર્ણાટકા, દિલ્લી,કેરળ, પંજાબ અને મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે. દેશના મોટાભાગના વિસ્તારમાં બ્રિટિશ વેરિયન્ટ બી-1.1.7, દક્ષિણ આફ્રિકાનું બી-1.351 અને બ્રાઝિલનું પી-1 ફેલાયેલું છે. આ બધામાં સૌથી વધુ ચિંતા બી-1617એ ફેલાવી છે, તેને ડબલ મ્યુટેશન કહેવાય છે. એક્સપર્ટના મત મુજબ પહેલીવાર કોઇ વેરિયન્ટમાં આનુવંશિક આવું પરિવર્તન થયું છે કે, તે તેના સ્કાઇપ પ્રોટીનમાં બે ચિંતાજનક મ્યૂટેશન્સ- ઈ484ક્યૂ તથા એલ452આર છે જે મહામારી દરમિયાન બીજે ક્યાંકથી જોડાયા છે.
એન્ટીબોડી હોય તો પણ લાગે છે સંક્રમણ?
એકસ્પર્ટના મત મુજબ સંક્રમિત થઇ ચૂક્યા હોય અને એન્ટીબોડી બની ગઇ હોય તેવી વ્યક્તિમાં પણ આ નવું વેરિયન્ટ સંક્રમણ ફેલાવી શકે છે. એકસપર્ટે જણાવ્યું કે, ઈ484ક્યૂ અને એલ452આર ઝડપથી ફેલાય છે. નિષ્ણાતના મત મુજબ ડબલ મ્યૂટેશન વેરિયેન્ટ વેક્સિનેટ વ્યક્તિ એટલે કે ડબલ ડોઝ લીધેલી વ્યક્તિ અને એન્ટીબોડી બનાવેલી વ્યક્તિને પણ સંક્રમિત કરી શકે છે. તેના તાજા ઉદાહરણ હાલ ભારતના અનેક રાજ્યોમાં આવી રહેલા કોવિડના કેસમાં જોવા મળી રહ્યાં છે. ટૂંકમાં એકસ્પર્ટના મત મુજબ ભારતમાં ફેલાયેલું બી-1.617 આ ઉપરોક્ત કારણોને કારણે વધુ ચિંતાજનક અને પડકારરૂપ બની ગયું છે.