શોધખોળ કરો

ISI Terror Plan: પ્રજાસત્તાક દિવસ પહેલા દિલ્હીમાં ISIનો પ્લાન થયો ડીકોડ

ISI Terror Plan: જ્યારે લોકોએ પોલીસને કહ્યું કે, નૌશાદ અને જગ્ગાએ થોડા દિવસો પહેલા ફ્રિજ ખરીદ્યું હતું અને પછી તેને પાછું લઇ જતા પણ જોયા હતા, આ વાત પછી દિલ્હી પોલીસને આતંકવાદી જોડાણની શંકા હતી

ISI Terror Plan: જ્યારે લોકોએ પોલીસને કહ્યું કે, નૌશાદ અને જગ્ગાએ થોડા દિવસો પહેલા ફ્રિજ ખરીદ્યું હતું અને પછી તેને પાછું લઇ જતા પણ જોયા હતા, આ વાત પછી દિલ્હી પોલીસને આતંકવાદી જોડાણની શંકા હતી

પ્રજાસત્તાક દિવસની ઉજવણીના માત્ર 12 દિવસ પહેલા જ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દેશભરમાં આતંક ફેલાવતી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના પ્લાન દહશતને ડીકોડ કરીને સૌને ચોંકાવી દીધા છે. આ સાથે જ હરકત-ઉલ-અંસાર અને ખાલિસ્તાન ટાઈગર ફોર્સ દ્વારા આઈએસઆઈની કાર્યવાહીએ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાનો ઈરાદો પણ નિષ્ફળ બનાવી દીધો. અત્યાર સુધીની માહિતી મુજબ "પ્લાન પેનિક દહશત" પાછળ ISIનો ઈરાદો ભારતના લોકોમાં આતંકનો ભય ફેલાવવાનો હોઈ શકે છે. ખાસ વાત એ છે કે આ આતંકવાદી યોજના પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના આશ્રય હેઠળ તૈયાર કરવામાં આવી હતી.

હકીકતમાં, થોડા દિવસો પહેલા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ટીમે જહાંગીર પુરીમાંથી બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. બંને પાસેથી મળેલી માહિતીના આધારે ડીપીએસસીની ટીમે શનિવારે દિલ્હીના  ભાલ્સવા ડેરી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે બે હેન્ડ ગ્રેનેડ, પિસ્તોલ અને ગોળીઓ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે બંનેના આતંકવાદી સંગઠનો હરકત ઉલ અંસાર અને ખાલિસ્તાન ટાઈગર ફોર્સ સાથે સંબંધ છે.

નૌશાદનો હેન્ડલર પાકિસ્તાનમાં :

નૌશાદ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન હરકત-ઉલ-અંસાર સાથે સંકળાયેલો છે. તેનો હેન્ડલર પાકિસ્તાનમાં બેઠો છે. બીજી તરફ જગજીતનો સંબંધ વિદેશમાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ દલ્લા સાથે છે, જે ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો આતંકવાદી અને પંજાબનો ગેંગસ્ટર છે. એટલું જ નહીં, ધરપકડ કરાયેલા બંને શંકાસ્પદ આતંકવાદીઓ વિશે એવી માહિતી પણ મળી છે કે તેઓએ એક વ્યક્તિનું ગળું કાપીને હત્યા કરી હતી અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. બંનેએ આ વીડિયો પોતાના હેન્ડલર્સને પણ મોકલ્યો હતો.

આ કેસમાં નવો વળાંક:

શનિવારે આ કેસમાં નવો વળાંક આવ્યો જ્યારે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે શનિવારે ભાલ્સવા ડેરી વિસ્તારમાં દરોડો પાડ્યો અને સ્થાનિક લોકોએ જણાવ્યું કે, બંને આરોપીઓ છેલ્લા કેટલાક દિવસોથી અહીં આવ્યા હતા અને ભાડે રહેવા લાગ્યા હતા. સ્થાનિક લોકોએ એમ પણ જણાવ્યું કે થોડા દિવસ પહેલા ફ્રીજ લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ, આ લોકો ગુપ્ત રીતે ફ્રીજ પરત લેતા પણ જોવા મળ્યા હતા. પૂછવા પર તેણે કહ્યું કે ફ્રિજ ખરાબ થઈ ગયું છે અને જેની પાસેથી તેણે તે ખરીદ્યું છે તેને પરત કરી દીધું. આ પછી પોલીસની શંકા વધુ પ્રબળ બની છે. પોલીસે તાત્કાલિક ફોરેન્સિક ટીમને બોલાવી હતી. ફોરેન્સિક ટીમને બંને રૂમમાંથી લોહીના ડાઘ મળ્યા હતા.

હવે વિશેષ ટીમ આ એંગલ પર કામ કરી રહી છે :

આ પછી પોલીસે બંનેની કડક પૂછપરછ પછી તેઓએ આપેલ માહિતી મુજબ ભલસ્વા ડેરીના નાળામાં તલાશી લેતાં ત્રણ ટુકડામાં એક પુરુષની લાશ મળી આવી હતી. પોલીસને શંકા છે કે નૌશાદ અને જગ્ગાએ જ મૃતકની હત્યા કરી હતી અને મૃતદેહના ટુકડા કર્યા બાદ ફ્રિજમાં લાવીને ફેંકી દીધા હતા. પોલીસને આશંકા છે કે હત્યારાઓએ મૃતકની હત્યા કર્યા બાદ જ આતંકી હેન્ડલરને વિડીઓ મોકલ્યો હતો. હાલ પોલીસ તપાસ આ એંગલ પર આગળ વધી રહી છે. આ સાથે એ પણ જાણવામાં આવી રહ્યું છે કે ગણતંત્ર દિવસ પર

ISIની શું યોજના હતી?

જણાવી દઈએ કે નૌશાદ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન હરકત-ઉલ-અંસાર સાથે સંકળાયેલો છે. તેનો હેન્ડલર પાકિસ્તાન બેઠો છે. જ્યારે જગજીત ઉર્ફે જગ્ગા ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ ડલ્લા સાથે સંકળાયેલો છે. ડલ્લા ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો આતંકવાદી અને પંજાબનો ગેંગસ્ટર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Photos: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત
Gandhinagar: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, જુઓ તસવીર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહીHun To Bolish: મોટા હોર્ડિંગનું મોટું રેકેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકી ઝડપાયા
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Photos: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત
Gandhinagar: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, જુઓ તસવીર
Aadhar Card: આધારમાં મોબાઇલ નંબર અપડેટ કરવા માટે કેટલો લાગે છે ચાર્જ? આ છે આખી પ્રક્રિયા
Aadhar Card: આધારમાં મોબાઇલ નંબર અપડેટ કરવા માટે કેટલો લાગે છે ચાર્જ? આ છે આખી પ્રક્રિયા
Iran Helicopter Crash: ઇબ્રાહિમ રઇસીના મોત બાદ ઇરાનના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા મોહમ્મદ મોખબર
Iran Helicopter Crash: ઇબ્રાહિમ રઇસીના મોત બાદ ઇરાનના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા મોહમ્મદ મોખબર
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
તમારા નેતાનો સંપૂર્ણ બાયોડેટા અહી કરો ચેક, સંપત્તિથી લઇને શિક્ષણ સહિતની તમામ જાણકારી
તમારા નેતાનો સંપૂર્ણ બાયોડેટા અહી કરો ચેક, સંપત્તિથી લઇને શિક્ષણ સહિતની તમામ જાણકારી
Embed widget