શોધખોળ કરો

Gujarat Rain: જામનગરમાં વરસાદ બન્યો આફત, પાણીમાં ડૂબવાથી પિતા-પુત્ર સહિત 3 લોકોના મોત

Gujarat Rain Update: જામનગર જિલ્લામાં એક તરફ શ્રીકાર વર્ષાથી ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે તો 3 લોકોના ડૂબી જવાથી મોતનો માતમ પણ જોવા મળી રહ્યો છે. જામનગરના રણજીત સાગર ડેમમાં ડૂબી જવાથી 2 લોકોના મોત થયા છે.

Gujarat Rain Update: જામનગર જિલ્લામાં એક તરફ શ્રીકાર વર્ષાથી ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે તો 3 લોકોના ડૂબી જવાથી મોતનો માતમ પણ જોવા મળી રહ્યો છે. જામનગરના રણજીત સાગર ડેમમાં ડૂબી જવાથી 2 લોકોના મોત થયા છે. પિતા-પુત્રનું ડૂબી જવાથી મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે. પિતા આસિફ સેતા અને તેમના પુત્ર નવાજ સેતાનું મોત થયું છે. ફાયર વિભાગને જાણ થતા બન્નેના મૃતદેહો બહાર કાઢી હોસ્પિટલ ખાતે મોકલ્યા છે.

તમને જણાવી દઈએ કે, જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ પોતાની છલક સપાટીથી માત્ર દોઢ ફૂટ દૂર છે. જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં શ્રીકાર વર્ષા થઈ છે. રણજીતસાગર ડેમની જળ સપાટી 26 ફૂટ સુધી પહોંચી છે. જામનગર શહેર અને જીલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. આજે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં વરસાદના આંકડા પર નજર કરીએ તો, જામનગર શહેર 8 ઇંચ, જોડીયામાં 3 ઇંચ, ધ્રોલ 3 ઇંચ, કાલાવડ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.સમાચાર લખાઈ છે ત્યારે જામનગર શહેરમાં છેલ્લા અડધો કલાકથી ફરી ધોધમાર વરસાદ શરુ થયો છે.

જામનગરમાં કિશોર પાણીમાં તણાયો

હવાનાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. જો કે, કેટલાક વિસ્તારોમાં મેઘ કહેર બનીને આવ્યો છે. આજે બોટાદ અને જામનગરમાં એક યુવક અને યુવતીનું મોત થયું છે. જામનગરના ગુલાબનગર નવ નાળા પાસે એક કિશોર પાણીમાં ગરકાવ થયો હતો. આજે બપોરના સમયે યુવક પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યો હતો. આ ઘટનાની જાણ જામનગર ફાયરની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમે કિશોરના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

તો બીજી તરફ બોટાદમાં ભારે વરસાદના કારણે મકાનની દિવાલ ધરાશાયી થતાં યુવતીનું મોત થયું છે. બરવાળા તાલુકાના વહીયા ગામે આ દુર્ઘટના ઘટી હતી. રહેણાંક મકાનની દિવાલ ધરાશયી થતાં આરતીબેન રમેશભાઈ કતપરા નામની 18 વર્ષીય યુવતીનું મૃત્યુ નિપજ્યું. ગામમાં પ્રવેશવા માટેના એકમાત્ર માર્ગ પરની નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિના કારણે 108 એમ્બ્યુલન્સ પણ ગામમાં પ્રવેશી શકી ન હતી. અંતે ગ્રામજનોએ ટ્રેકટર મારફતે કેનાલના રસ્તે થઈ યુવતીને બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી. વહીયા ગામના એકમાત્ર મુખ્ય માર્ગના રસ્તા પર વરસાદી પાણીના કારણે ગામ લોકો પરેશાન થઈ રહ્યા છે.

 વરસાદ બન્યો વેરી, રાજ્યમાં ભારે વરસાદથી 8 લોકોનાં મોત, 11 ઘાયલ

ગુજરાતમાં રવિવારથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.  રાજ્યમાં ભારે વરસાદના પગલે 8 માનવ મૃત્યુ નોંધાયા છે, જ્યારે 11 લોકોને ઈજાઓ થઈ છે. વરસાદમાં વીજળી પડવાથી અને વીજકરંટથી 64 પશુઓના મૃત્યુ થયા છે. પંચમહાલ જિલ્લામાં હાલોલમાં દીવાલ પડવાથી 4 લોકોના, આણંદમાં દિવાલ પડવાથી 2 લોકોના તથા અરવલ્લીના ધનસુરામાં અને જામનગર ગ્રામ્ય પાણીમાં ડૂબી જવાથી  1-1 વ્યક્તિનું મૃત્યુ થયું છે.

ભારે વરસાદથી 106 રસ્તાઓ બંધ

રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ બંધ છે. પંચાયત વિભાગના 106 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. સૌથી વધુ તાપી જિલ્લામાં 57 રસ્તાઓ બંધ છે, જ્યારે નવસારી જિલ્લામાં 22 રસ્તાઓ બંધ છે. સુરત જિલ્લામાં 17 રસ્તાઓ, વલસાડ જિલ્લામાં 7 રસ્તાઓ બંધ છે. ઉપરાંત કચ્છ, બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પંચાયત વિભાગના 1 - 1 રસ્તાઓ વરસાદના પગલે બંધ છે.

24 કલાકમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. સૌથી વધુ જૂનાગઢમાં 11 ઇંચ વરસાદ પડ્યો છે. તાપીના વાલોદ અને સુરતના મહુવામાં પણ છેલ્લા 24 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.  તાપીના વ્યારા અને કચ્છના અંજારમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સ્ટેટ કન્ટ્રોલરૂમ દ્વારા રાજ્યમાં વરસાદના પગલે તમામ જિલ્લાઓ સાથે સંપર્ક કરાઈ રહ્યો છે.  

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
Election 2026 Results: જામનગર જિલ્લા પંચાયતની 2 બેઠકો પર 'AAP' ના ઉમેદવારોનો વિજય, MLA હેમંત ખવાના માતાની જીત
Election 2026 Results: જામનગર જિલ્લા પંચાયતની 2 બેઠકો પર 'AAP' ના ઉમેદવારોનો વિજય, MLA હેમંત ખવાના માતાની જીત

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget