Jamnagar:‘મન કી બાત’ સાંભળવાનો કાર્યક્રમ ન કરતા 62 આચાર્ય અને શિક્ષકો પાસે મંગાયો ખુલાસો
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનના પત્રથી વિવાદ છેડાય તેવી સંભાવના છે
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનના પત્રથી વિવાદ છેડાય તેવી સંભાવના છે. મળતી જાણકારી અનુસાર, જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેને પત્ર લખીને ' મન કી બાત ' કાર્યક્રમ સાંભળવાનું આયોજન ન કરવા બદલ 62 આચાર્ય અને શિક્ષકો પાસે ખુલાસો માંગ્યો છે.
સરકારી કાર્યક્રમમાં હાજરી ન આપવા બાબતે ખુલાસો માંગવામાં આવતા વિવાદ સર્જાય તેવી શક્યતા છે. આચાર્ય અને શિક્ષકોની હાજરી ફરજિયાત ન હોવા છતાં ખુલાસો માંગવામાં આવતા આશ્વર્ય સર્જાયું છે.
62 આચાર્યો-શિક્ષકોને "મન કી બાત' સાંભળવાનો કાર્યક્રમ કેમ ન ગોઠવ્યો અને સરકારી કાર્યક્રમમાં હાજરી ના આપવા બાબતે ખુલાસો પૂછતા વિવાદના એંધાણ જોવા મળી રહ્યા છે. ચેરમેન સીધા જ આવી રીતે ખુલાસો ના પૂછી શકે તેને લઈને શિક્ષકોમાં આંતરિક ચર્ચાઓ છે.
Gandhinagar: 11 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને મળશે 25 હજાર રુપિયા, જાણો રાજ્ય સરકારે કઈ યોજના કરી જાહેર
ગાંધીનગર: ગુજરાત સરકારે જ્ઞાન સાધના સ્કોલરશીપ જાહેર કરી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપની યોજના જાહેર કરવામાં આવી છે. વર્ષે 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. ધો.9 અને 10ના અભ્યાસ માટે વાર્ષિક રૂ. 20,000 મળશે. ધો.11 અને 12ના અભ્યાસ માટે વાર્ષિક રુપિયા 25000ની સ્કોલરશીપ અપાશે. ધો. 1થી8ના વિદ્યાર્થીઓને પણ સ્કોલરશીપ યોજનાનો લાભ મળશે.
શરદ પનોતના લેપટોપમાંથી મળ્યા ચોંકાવનારા ડોક્યુમેન્ટ
ભાવનગર: શહેરમાં બહાર આવેલા વ્યાપક ડમીકાંડના તાર હવે અન્ય જિલ્લાઓમાં પણ પહોંચ્યા છે. ડમીકાંડના મુખ્ય આરોપી શરદ પનોતના લેપટોપમાંથી વર્ષ 2022માં લેવાયેલી બિન સચિવાલય કલાર્ક અને હેડ કલાર્કની પરીક્ષાના કેટલાક ઉમેદવારોની હોલ ટીકીટ, ફોટા અને અન્ય ડોક્યુમેન્ટ મળ્યા છે. આ ઉમેદવારોમાં અમરેલીના જેસંગપરાના 3 ઉમેદવારની વિગતો અને બનાસકાંઠાના દાંતીવાડાના 1 ઉમેદવારની માહિતી મળી છે. માહિતી ચકાસવા ભાવનગર પોલીસે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પાસેથી અસલ ડોક્યુમેન્ટ મેળવ્યા છે. પરિણામે હવે એ ખુલાસો થયો છે કે, વ્યાપક ડમીકાંડના તાર ભાવનગર સિવાય અમરેલી અને બનાસકાંઠા જિલ્લા સુધી પહોંચ્યા છે.
તાપીમાં ભાજપના પોસ્ટર લગાવી રહેલા ઈસમોને માર મારવામાં આવ્યો
તાપી: વ્યારા તાલુકાના કરંજવેલ ગામે ભાજપના પોસ્ટર લગાવતા ઈસમોને માર મારવામાં આવ્યો છે. માર મારવાના મામલે વ્યારા તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના ઉપપ્રમુખ રાહુલ ગામીત વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાજપના પોસ્ટર ફાડવા અને સરકારી નુકશાન થવાની સંભાવના અને ૫ વ્યક્તિને માર મારવા તેમજ અને ધાકધમકી આપવાનો ગુનો રાહુલ ગામીત સામે દાખલ થયો છે. આરોપીએ ભાજપના પોસ્ટર પણ સળગાવ્યા હતા