(Source: ECI/ABP News/ABP Majha)
Jamnagar: બાલાચડી સૈનિક સ્કૂલમાં 63મો વાર્ષિક દિવસ યોજાયો, વિવિધ કાર્યક્રમો સાથે કેડેટ્સને ઇનામો આપી કરાયા પ્રોત્સાહિત
Sainik School Balachadi: જામનગરમાં ગુજરાતની એકમાત્ર સૈનિક સ્કૂલ બાલાચડીમાં ભવ્યાતિભવ્ય રીતે 63મો વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ
Sainik School Balachadi: જામનગરમાં ગુજરાતની એકમાત્ર સૈનિક સ્કૂલ બાલાચડીમાં ભવ્યાતિભવ્ય રીતે 63મો વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ગત 13 ઓક્ટોબરે બાલાચડી સૈનિક સ્કૂલના ઓડિટૉરિયમમાં યોજાયો હતો, જેમાં સાંસદ પૂનમ માડમ સહિત કેટલાય મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ 63માં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ કર્નલ શ્રેયશ મહેતા, આચાર્ય, સૈનિક સ્કૂલ બાલાચડીએ શાળાનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં અગ્રણી સિદ્ધિઓ અને અધિકારી તરીકે સંરક્ષણ દળોમાં પ્રવેશ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાના મિશન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
આમાં બાલાચડીયન્સ દ્વારા વિવિધતાનો કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, આમાં કેડેટ્સે ગણેશ વંદના, ફ્યૂઝન ડાન્સ, ગરબા, માતાના અપ્રતિમ પ્રેમ અને બલિદાનને ઉજાગર કરતી અંગ્રેજી સ્કીટ, સ્વાતંત્ર્ય સેનાની ઉધમસિંહ પર આધારિત હિન્દી સ્કીટ અને 'જય હો' સંગીત પર દેશભક્તિ નૃત્યના રૂપમાં તેમના અસાધારણ પ્રદર્શનથી શ્રોતાઓના દિલ જીતી લીધા. મુખ્ય અતિથિએ વર્ષ 2023-24 માટે વિવિધ શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા કેડેટ્સને ઈનામો, ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરીને પ્રોત્સાહિત કરાયા હતા.
આ કાર્યક્રમ દરમિયાન બાલાચડી સૈનિક સ્કૂલમાં ટાગોર હાઉસના કેડેટ રોહન મહેતાને ધોરણ XII માં રસાયણશાસ્ત્રમાં સૌથી વધુ ગુણ મેળવવા બદલ પ્રમાણપત્ર, રોકડ પુરસ્કાર અને ટ્રૉફી, આંગ્રે હાઉસના કેડેટ પ્રાંશુ બોહરાને ધોરણ XII માં ભૌતિકશાસ્ત્રમાં સૌથી વધુ ગુણ મેળવવા બદલ પ્રમાણપત્ર, રોકડ પુરસ્કાર અને રોલિંગ ટ્રોફીથી નવાજવામાં આવ્યા હતા. XII વર્ગમાં બાયોલોજીમાં સૌથી વધુ માર્ક્સ મેળવવા બદલ પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. શિવાજી હાઉસના કેડેટ ક્રિશ સોજીત્રાને ધોરણ XII માં કૉમ્પ્યુટર સાયન્સમાં સૌથી વધુ માર્કસ મેળવવા બદલ પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ગણિતના ધોરણ XII માં સૌથી વધુ માર્ક્સ મેળવવા બદલ ટાગોર હાઉસના કેડેટ રોહન મહેતા અને આંગ્રે હાઉસના કેડેટ અક્ષય કુમાર દ્વારા ઈનામો વહેંચવામાં આવ્યા હતા. જ્યારે XII ધોરણમાં અંગ્રેજીમાં સૌથી વધુ માર્કસ મેળવવા બદલ ટાગોર હાઉસના કેડેટ રોહન મહેતા અને કેડેટ લેખ વશિષ્ઠ દ્વારા ઈનામો વહેંચવામાં આવ્યા હતા. ઓલરાઉન્ડ પરફોર્મર હાઉસ માટે સૌથી પ્રખ્યાત ‘કોક હાઉસ ટ્રોફી’ શિવાજી હાઉસ દ્વારા અને ‘બેસ્ટ હોલ્ડિંગ હાઉસ’ ટ્રોફી અહિલ્યાબાઈ હાઉસ દ્વારા જીતવામાં આવી હતી. 'સિનિયર' અને 'જુનિયર' ગ્રુપમાં એકેડેમિક ટ્રોફી અનુક્રમે આંગ્રે હાઉસ અને અહલ્યાબાઈ હાઉસે જીતી હતી.
શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ‘શ્રેષ્ઠ NDA કેડેટ’ માટે ‘શહીદ કેપ્ટન નિલેશ સોની મેડલ’ ટાગોર હાઉસના કેડેટ રોહન મહેતાને એનાયત કરવામાં આવ્યો હતો જેઓ 152માં NDA કોર્સમાં જોડાયા હતા. તેમની સિદ્ધિ બદલ OBSSA ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા તેમને રૂપિયા પચીસ હજારના રોકડ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આંગ્રી હાઉસના કેડેટ તીર્થ પટેલ, ટાગોર હાઉસના કેડેટ ધ્રુવિલ મોદી અને અહલ્યાબાઈ હાઉસના કેડેટ અનન્યાને અનુક્રમે ‘સિનિયર’, ‘જુનિયર’ અને ‘ગર્લ્સ’ કેટેગરીમાં વર્ષ 2023-24ના ‘બેસ્ટ ઓલ રાઉન્ડ કેડેટ’ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ગરુડ હાઉસના કેડેટ અભય રાજ અને શિવાજી હાઉસના કેડેટ મેઘરાજ ગોહેલને અનુક્રમે ‘બેસ્ટ એથ્લેટ ઓફ ધ યર’ અને ‘બેસ્ટ ઇન આર્ટ’ તરીકે જાહેર કરાયા હતા. શૈક્ષણિક સત્ર 2023-24 માટે ગરુડ હાઉસના કેડેટ અભય રાજ વર્ગ XI અને ટાગોર હાઉસના કેડેટ જશ કપોપારા વર્ગ XI ને શ્રેષ્ઠ ડિબેટર (હિન્દી) અને શ્રેષ્ઠ ડિબેટર (અંગ્રેજી) પુરસ્કારો આપવામાં આવ્યા હતા.
ટાગોર હાઉસના કેડેટ અમન કુમારને ધોરણ XII ના વર્ષ 2023-24 માટે બહુપ્રતિભાશાળી કેડેટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 2023-24 માટે શાળાના ચમકતા સ્ટારનો એવોર્ડ અહિલ્યાબાઈ હાઉસના કેડેટ જીયા દોશીને આપવામાં આવ્યો હતો. પૂર્વ પ્રિન્સિપાલ Gp કેપ્ટન વી કે કૌશલ દ્વારા તેમની માતાની સ્મૃતિમાં 12મા ધોરણની CBSE બોર્ડની પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવનાર કેડેટ રોહન મહેતાને CBSE બોર્ડની પરીક્ષામાં 95% મેળવનાર કેડેટ માટે સ્વર્ગીય શ્રીમતી રામરતિ દેવી કૌશલ રોલિંગ ટ્રોફી આપવામાં આવી હતી. આ પ્રસંગે, મુખ્ય મહેમાનના હસ્તે ‘લર્નર્સ ટુડે, લીડર્સ ટુમોરો’ થીમ પર આધારિત સ્કૂલ મેગેઝિન ‘સંદેશક 2023-24’નું ડિજિટલ વર્ઝનનું વિમોચન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિએ ભવ્ય શો માટે કેડેટ્સ અને સ્ટાફ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની પ્રશંસા કરી અને ઇનામો જીતનાર તમામને અભિનંદન પણ આપ્યા. તેણીના વક્તવ્યમાં તેણીએ જણાવ્યું હતું કે સૈનિક શાળા બાલાચડી એ ગુજરાતની શ્રેષ્ઠ શાળાઓમાંની એક છે જે કેડેટ્સમાં દેશભક્તિની લાગણી જગાડે છે. તેણીએ કેડેટ્સના સર્વાંગી વિકાસ માટે શાળામાં શ્રેષ્ઠ તક પૂરી પાડવા બદલ શાળા સત્તાધિકારીની પ્રશંસા કરી. તેણીએ માતાપિતાને વિનંતી કરી કે તેઓ તેમના વોર્ડને સંરક્ષણ સેવાઓમાં જોડાવા અને રાષ્ટ્રની સેવા કરવા માટે પ્રોત્સાહિત કરે. તેણીએ તમામ કેડેટ્સને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી. પ્રિન્સિપાલે મુખ્ય મહેમાનને સ્મૃતિચિહ્ન તરીકે શાળા સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.
આ પ્રસંગે OBSSA સભ્યો, માતા-પિતા અને પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. તેઓ તેમના વોર્ડની કામગીરીથી ખૂબ પ્રભાવિત થયા હતા. શાળાના વાઇસ પ્રિન્સિપાલ લેફ્ટનન્ટ કર્નલ હરજોત કૌર દ્વારા પ્રસ્તાવિત આભારના મત સાથે કાર્યક્રમનું સમાપન થયું.