Karnataka CM Oath: Live Update: કર્ણાટકના મુખ્યમંત્રી પદ માટે બીજી વખત સિદ્ધારમૈયાએ લીધા શપથ
કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા શનિવારે એટલે કે આજે કર્ણાટકના સીએમ તરીકે શપથ લેશે. ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી તરીકે અને કેટલાક મંત્રીઓ પણ તેમની સાથે શપથ લેશે.
LIVE
Background
Karnataka CM Swearing Live Update:કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા શનિવારે એટલે કે આજે કર્ણાટકના સીએમ તરીકે શપથ લેશે. ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી તરીકે અને કેટલાક મંત્રીઓ પણ તેમની સાથે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ બપોરે 12.30 કલાકે બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમમાં યોજાશે. અગાઉ સિદ્ધારમૈયા કેબિનેટની રચના અંગે હાઈકમાન્ડ સાથે ચર્ચા કરવા શિવકુમાર સાથે શુક્રવારે દિલ્હી પહોંચ્યા હતા. અહીં સિદ્ધારમૈયાએ શિવકુમાર અને કર્ણાટક પ્રભારી રણદીપ સુરજેવાલાની સાથે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ સાથે બેઠક કરી હતી. મીટિંગ બાદ શનિવારે વહેલી સવારે બેંગ્લોર જવા રવાના થયા હતા.
સિદ્ધારમૈયા માટે આગળનો રસ્તો સરળ નહીં હોય
કર્ણાટકના મુખ્યમંત્રી બનવા જઈ રહેલા સિદ્ધારમૈયા માટે આગળનો રસ્તો સરળ દેખાઈ રહ્યો નથી. મોટી મુશ્કેલી સાથે નાયબ મુખ્યપ્રધાન બનવાની તૈયારી કરી ચૂકેલા ડીકે શિવકુમારને અત્યારે ભલે કોઈ જોખમ ન હોય, પરંતુ દલિત નેતા જી પરમેશ્વર નારાજ હોવાનું કહેવાય છે. પરમેશ્વરાએ નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠાવી હતી, જેને પાર્ટી હાઈકમાન્ડ દ્વારા અવગણવામાં આવી હતી અને માત્ર એક જ નાયબ મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સિદ્ધારમૈયા માટે પહેલો પડકાર તમામ સમુદાયો, પ્રદેશો, જૂથો અને નવી અને જૂની પેઢીના નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવાનો છે. આંકડાઓ અનુસાર, 34 લોકોને કેબિનેટમાં સ્થાન મળી શકે છે, જ્યારે દાવેદારોની સંખ્યા ઘણી વધારે છે. મીડિયા સાથે વાત કરતા પરમેશ્વરે કહ્યું કે, કેટલાક પ્રસંગોએ બલિદાન આપવું પડે છે. સરકાર બની રહી છે તે સારી વાત છે. લિંગાયત નેતા એમબી પાટીલ પણ નાયબ મુખ્યમંત્રી ન બનાવવામાં આવતા નારાજ હોવાનું કહેવાય છે. પાટીલે કહ્યું કે જેણે પણ મતદાન કર્યું છે, તે તમામ વર્ગોને સરકારમાં યોગ્ય હિસ્સો મળવો જોઈએ.
Karnataka Swearing-In Ceremony Live: કર્ણાટકના લોકોએ પ્રેમની દુકાનો ખોલી: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, આ જીતનું એક કારણ એ હતું કે કોંગ્રેસ ગરીબો, દલિતો, આદિવાસીઓ અને પછાત લોકોની સાથે ઉભી હતી. સત્ય અમારી સાથે હતું. તમે બધાએ ભાજપની નફરતને હરાવી છે. તમે ભાજપના ભ્રષ્ટાચારને હરાવ્યો છે. ભાજપ પાસે પુષ્કળ સંપત્તિ અને પૈસા હતા અને અમારી પાસે કંઈ નહોતું. એટલા માટે અમે કર્ણાટકના લોકોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ..
Karnataka Swearing-In Ceremony Live: શપથ લીધા બાદ રાહુલ ગાંધીએ કર્યુ સંબોધન
કર્ણાટકમાં શપથ ગ્રહણ સમારોહ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંબોધન કરતા કોંગ્રેસે વિજયી બનાવવા માટે કર્ણાટકનો આભાર માન્યો.
Karnataka Swearing-In Ceremony Live: ક્યાં ધારાસભ્યોએ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં
કર્ણાટકના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ધારાસભ્યો સતીષ જરકીહોલી ડો.જી પરમેશ્વર. કે.એચ મુનિયપ્પા કેજે. જોર્જ અને એમબી પાટિલએ કેબિનેટ મંત્રી તરીકેને શપથ ગ્રહણ કર્યાં
શપથ લીધા બાદ સિદ્ધારમૈયા વિરોધ પક્ષોના મુખ્યમંત્રીઓ સાથે હાથ મિલાવ્યાં
કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ શપથ લીધા બાદ સમારોહમાં હાજરી આપવા આવેલા વિપક્ષના નેતા સાથે પણ સિદ્રારમૈયાએ હાથ મિલાવ્યા હતા. સમારોહમાં , બિહારના સીએમ નીતિશ કુમાર, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુ અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે હાજરી આપી.
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી તરીકે શિવકુમારે લીધા શપથ
શિવકુમાર કનકપુર બેઠકના ધારાસભ્યો છે. આજે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી તરીકે તેમણે શપથ ગ્રહણ કર્યાં .