શોધખોળ કરો

હૈદરાબાદમાં આતંકીઓનું મોટું કાવતરું નિષ્ફળ, રેલી કે જાહેર સ્થળ પર લોન વુલ્ફ એટેકનો હતો પ્લાન, ધરપકડ કરાયેલા આતંકી ઝાહિદનો ખુલાસો

NIAની FIR દ્વારા પાકિસ્તાનના ષડયંત્રનો ખુલાસો થયો છે. આતંકી ઝાહીદના ઠેકાણેથી 2 હેન્ડ ગ્રેનેડ, આશરે 4 લાખ રૂપિયા રોકડા અને બે મોબાઈલ મળી આવ્યા છે.

Terrorist Abdul Zahid: ભારત વિરુદ્ધ પાકિસ્તાનના મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. હૈદરાબાદમાં 'લોન વુલ્ફ એટેક'ની તૈયારીઓ ચાલી રહી હતી. હૈદરાબાદથી ધરપકડ કરાયેલા આતંકવાદીની પૂછપરછમાં આ ખુલાસો થયો છે. આઈએસઆઈ અને લશ્કરની કડી પણ સામે આવી છે. પકડાયેલ આતંકવાદી ઝાહીદ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરોના સંપર્કમાં હતો અને તેને હેન્ડ ગ્રેનેડ સપ્લાય કરવામાં આવતા હતા. મળતી માહિતી મુજબ, તેણે હેન્ડલર્સના કહેવા પર ઘણા લોકોની ભરતી પણ કરી હતી. રેલી કે જાહેર સ્થળ પર હુમલો કરવાની યોજના તૈયાર કરવામાં આવી રહી હતી. આ બધું પાકિસ્તાનના ઈશારે થઈ રહ્યું હતું. ભારતમાં સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું.

આતંકી પાસેથી હેન્ડ ગ્રેનેડ, રોકડ અને ફોન મળી આવ્યા 

જણાવી દઈએ કે NIAની FIR દ્વારા પાકિસ્તાનના ષડયંત્રનો ખુલાસો થયો છે. આતંકી ઝાહીદના ઠેકાણામાંથી 2 હેન્ડ ગ્રેનેડ, લગભગ 4 લાખ રૂપિયા રોકડા અને બે મોબાઈલ મળી આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઝાહીદને અગાઉ 2005માં આત્મઘાતી બોમ્બ ધડાકાના કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી.  પરંતુ પુરાવાના અભાવે 2017માં તેને છોડી દેવામાં આવ્યો હતો. NIA અનુસાર, ઝાહીદે તેની ગેંગના સભ્યો સાથે મળીને પાકિસ્તાનથી તેમના હેન્ડલર્સની સૂચનાઓના આધારે હૈદરાબાદ શહેરમાં વિસ્ફોટ અને લોન વુલ્ફ હુમલા સહિતની આતંકવાદી પ્રવૃત્તિઓનું કાવતરું ઘડ્યું હતું.

ઝાહીદની ગયા વર્ષે પણ ધરપકડ કરવામાં આવી હતી

એનઆઈએએ જણાવ્યું હતું કે એવું પણ જાણવા મળ્યું હતું કે ઝાહીદને તેના હેન્ડલર્સ પાસેથી હેન્ડ ગ્રેનેડ મળતા હતા અને તે સાંપ્રદાયિક તણાવ પેદા કરવા માટે શહેરમાં જાહેર સભાઓ અને સરઘસોમાં તેને ફેંકવાની યોજના બનાવી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે 2 ઓક્ટોબર, 2022ના રોજ હૈદરાબાદ પોલીસે જાહેર સભાઓમાં ગ્રેનેડ ફેંકવાનું કાવતરું ઘડવા બદલ અબ્દુલ ઝાહીદ, મોહમ્મદ સમીઉદ્દીન અને મેજર હસન ફારૂકની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: Baba Ramdev : મુસ્લિમ પુરૂષો હિંદુ મહિલાઓનું અપહરણ કરે છે ને આતંક ફેલાવે છે : બાબા રામદેવ

Case Against Baba Ramdev: રાજસ્થાન પ્રવાસે આવેલા યોગ ગુરુ બાબા રામદેવને નમાઝ પર મુસ્લિમ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ મુશ્કેલી ઉભી થઈ છે. બાબાના વિવાદાસ્પદ શબ્દો પર દેશભરમાં રાજકારણ ગરમાવા લાગ્યું છે. રાજ્યમાં પણ ઘણી જગ્યાએ બાબા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા છે. ટોંક કલેક્ટર કચેરીમાં જઈ મુસ્લિમ સમાજ અને વકીલોએ બાબાનો વિરોધ કર્યો અને કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. રાજ્ય લઘુમતી આયોગે પણ બાબાના શબ્દો પર નારાજગી વ્યક્ત કરી છે.

રામદેવે બાડમેરમાં આપ્યું હતું આ નિવેદન 

સ્વામી રામદેવે બાડમેરમાં એક ધાર્મિક સભાને સંબોધિત કરતી વખતે ઈસ્લામ અને મુસ્લિમો વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ધાર્મિક મંચ પરથી કહ્યું હતું કે, ઈસ્લામ ધર્મનો અર્થ માત્ર નમાઝ અદા કરવી છે. ફક્ત મુસ્લિમો માટે જ નમાઝ અદા કરવી જરૂરી છે અને નમાઝ અદા કર્યા બાદ તમે જે કરો છો તે બધું જ વાજબી છે. તમે હિંદુ છોકરીઓને ઉપાડી જાવ કે જેહાદના નામે આતંકવાદી બનો તમારા મનમાં જે આવે તે કરો પરંતુ દિવસમાં 5 વખત નમાઝ પઢો. ત્યાર બાદ બધું જ વાજબી બની જાય છે.

રફીક ખાને કહ્યું- 'સુનિયોજીત ષડયંત્ર'

રાજસ્થાન અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ અને કોંગ્રેસના ધારાસભ્ય રફીક ખાને બાબાની વાતને ખૂબ જ ગંભીર ગણાવી હતી અને તેને સુનિયોજિત કાવતરું ગણાવ્યું હતું. મીડિયા સાથે વાત કરતા ખાને કહ્યું હતું કે, રામદેવની કંપનીઓ કેન્દ્ર સરકારના આશીર્વાદથી પ્રગતિ કરી રહી છે, તેથી તેમને રાજસ્થાનમાં સાંપ્રદાયિકતા અને જાતિવાદ ફેલાવવા માટે મોકલવામાં આવ્યા છે. તેઓ એક ષડયંત્ર હેઠળ રાજસ્થાન આવ્યા હતા. યોગ ગુરુ માટે કોઈપણ ધર્મ વિરુદ્ધ ખોટી ટિપ્પણી કરવી ખૂબ જ શરમજનક છે. કોઈ ધર્મ દુશ્મનાવટ શીખવતો નથી. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાબા રામદેવ સામે કાર્યવાહી કરવી જોઈએ.

ટોંક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

ટોંકના કલેક્ટર પરિસરમાં લોકોએ બાબા રામદેવ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, રામદેવે સાંપ્રદાયિક સૌહાર્દને ભંગ કરવાનું કામ કર્યું છે. લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રામદેવ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ત્યાર બાદ વકીલો કોતવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને બાબા રામદેવ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરતો લેખિત રિપોર્ટ આપ્યો. એસઆઈ નંદ સિંહે એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે, વકીલોના અહેવાલ પર ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે તપાસ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: ક્યારે વધશે પગાર? ડેટા સબમિટ થયા બાદ કમિશન શરૂ કરશે આગામી પગલું
8મું પગાર પંચ: ક્યારે વધશે પગાર? ડેટા સબમિટ થયા બાદ કમિશન શરૂ કરશે આગામી પગલું
FD Interest Rates: 3 વર્ષની FD પર મળશે 8.30% સુધી વ્યાજ! જુઓ બેંકોનું લિસ્ટ
FD Interest Rates: 3 વર્ષની FD પર મળશે 8.30% સુધી વ્યાજ! જુઓ બેંકોનું લિસ્ટ
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget