(Source: ECI/ABP News/ABP Majha)
Delhi Liquor Policy Case: મનીષ સિસોદિયાને ફરી એકવાર ઝટકો, કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડી 7 મે સુધી લંબાવી
અરજદારના વકીલે કોર્ટને કહ્યું કે, કોર્ટના આદેશ બાદ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને 164નું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં, કેસમાં આરોપો ઘડવાની સુનાવણી હવે શરૂ થવી જોઈએ નહીં.
Delhi Liquor Policy Case: દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા CBI કેસમાં પૂર્વ ડેપ્યુટી સીએમ અને AAP નેતા મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી શકે છે.
રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત સીબીઆઈ કેસમાં હાલમાં આરોપો ઘડવાની માંગ કરતી અરજી પર કેન્દ્રીય તપાસ એજન્સી પાસેથી જવાબ માંગ્યો છે. કોર્ટે આ કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 7 મે સુધી લંબાવી છે.
આરોપીના વકીલે સુનાવણી દરમિયાન ન્યાયાધીશને કહ્યું કે, અમારે કોર્ટ રૂમમાંથી બહાર જવું જોઈતું ન હતું. આ માટે અમે માફી પણ માંગીએ છીએ. નારાજગી વ્યક્ત કરતા ન્યાયાધીશે કહ્યું કે અમે આ પ્રકારનું વર્તન પહેલીવાર જોયું છે. તમારી દલીલો પૂરી થતાં જ તમે કોર્ટમાંથી બહાર નીકળી ગયા.આ દરમિયાન અરજદારે દલીલ કરી હતી કે હજુ તપાસ ચાલુ છે. જ્યારે સીબીઆઈએ આ દલીલનો વિરોધ કર્યો હતો.
કોણે શું દલીલ આપી?
અરજદારના વકીલે કોર્ટને કહ્યું કે કેસની સુનાવણી દરમિયાન IOએ કહ્યું હતું કે ત્રણ-ચાર મહિનામાં તપાસ પૂરી થઈ જશે, પરંતુ હજુ સુધી કેસની તપાસ ચાલી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોર્ટના આદેશ બાદ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને 164નું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં, કેસમાં આરોપો ઘડવાની સુનાવણી હવે શરૂ થવી જોઈએ નહીં.
જ્યારે સીબીઆઈએ અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે અમે જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તેના પર જ દલીલ કરીશું. દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું કે અમને હજુ સુધી અરજીની કોપી મળી નથી.
કોર્ટે કહ્યું કે, આ કેસની આગામી સુનાવણી 7 મેના રોજ થશે. હકીકતમાં, આમ આદમી પાર્ટી (AAP) નેતા મનીષ સિસોદિયાને બુધવારે (24 એપ્રિલ, 2024) તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.