શોધખોળ કરો
અરવલ્લીઃ ભીલોડા 4 ઇંચ વરસાદમાં પાણી પાણી, ઘરોમાં ભરાયા પાણી, જુઓ વરસાદી તારાજીના દ્રશ્યો
ગોવિંદનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા મકાનોમાં પાણી ભરાયા છે. ભિલોડા -ઇડર રોડ પર પાણી ફરી વળ્યાં છે. નદી કિનારાના ૨૦થી વધુ ગામોને સતર્ક કરાયા છે.

ભિલોડાઃ ભિલોડામાં સવારે ૬ થી ૧૦ વાગ્યામાં ચાર ઇંચ વરસાદ ખાબકતા આખું શહેર પાણી-પાણી થઈ ગયું છે. વરસાદને પગલે ભિલોડાની હાથમતી નદીમાં ઘોડાપુર આવ્યું છે. બુઢેલી નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે. હાલ, બંને નદીઓ બે કાંઠે વહી રહી છે. ધોધમાર વરસાદથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.
ભિલોડામાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા ખેતરોમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. ગોવિંદનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા મકાનોમાં પાણી ભરાયા છે. ભિલોડા -ઇડર રોડ પર પાણી ફરી વળ્યાં છે. નદી કિનારાના ૨૦થી વધુ ગામોને સતર્ક કરાયા છે. કલેકટરે તલાટીઓને એલર્ટ રહેવાસૂચના આપી છે. ભિલોડા નગરમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે.
ઈડરથી ભિલોડા જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જોકે, એક તરફનો જ માર્ગ હાલ કાર્યરત છે. વહેલી સવારથી વરસી રહેલા વરસાદના કારણે લોકોના ઘરોમાં તેમજ બજારમાં પાણી ભરાયા છે.










વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement